October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં આર એન્‍ડ બી સચિવ હાઈવે ચીફ એન્‍જિનિયર, સ્‍ટેટહાઈવેના અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરની મીટિંગ યોજાઈ

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગુજરાત સરકારના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં એમની ગાંધીનગરની ઓફિસ ખાતે, વાપીના વિવિધ કામો જેવા કે રોડ, ઓવરબ્રિજ, વાપી હાઈવેના બલીઠા, મોરાઈ, બગવાડા, કરમબેલી, જે-ટાઈપ, વાપી રેલવે બ્રિજ અને વીઆઈએ ચાર રસ્‍તાથી કરવડ સુધી આરસીસી રોડનું કાર્ય અને ગોવિંદાથી બલીઠા સુધી આરસીસી ગટરનું કાર્ય કરનાર દરેકે દરેક વિભાગીયના અધિકારીઓ અને દરેક વિભાગના કોન્‍ટ્રાકટરોને બોલાવી એમની સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરવામાં આવી, અને જેમ બને એમ ઝડપથી કાર્ય કરવા તમામને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નેશનલ હાઈવેના પ્રાદેશિક અધિકારી શ્રી એન.એન.ગીરી અને આર એન્‍ડ બી ના સચિવ શ્રી એસ.બી.વસાવા, ગુજરાત સરકારના નેશનલ હાઈવે ના ચીફ એન્‍જિનિયર અને આર એન્‍ડ બી ના એડિશનલ સેક્રેટરી શ્રી એચ.સી.મોદી, આર એન્‍ડ બી ના સુપ્રીટેન્‍ડિંગ એન્‍જિનિયર વસાવા – સુરત, સ્‍ટેટ હાઈવેના આશિષ ચૌહાણ અને હેમાબેન તથા વાપી, કરવડ, મોટાપોંઢા અને ખાનપુર રોડ તથા વાપી-દમણ, જે-ટાઈપ, બગવાડા, બલીઠા અને મોરાઈ ફલાય ઓવર તેમજ છરવાડા અને ટુકવાડાનો રોડ અંડરપાસનુંકાર્ય કરનાર એજન્‍સીના સંબંધિત અધિકારીઓ, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (સ્‍ત્‍ખ્‍) ના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, વીઆઈએના માનદ મંત્રી અને વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન તેમજ વાપી ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર અને વી.જી.ઈ.એલ.ના ડાયરેક્‍ટર શ્રી યોગેશભાઈ કાબરિયા અને વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મિલનભાઈ દેસાઈ તથા વીઆઈએની નોટીફાઈડ એરિયા કમિટીના ચેરમેન અને નોટીફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડા આસલોણામાં લગ્ન વિચ્‍છેદનો ન્‍યાય કરવા બેઠેલ પંચની સામે જ ઢોર માર મારતા યુવાનનું મોત

vartmanpravah

વાપીથી આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા ડુંગરી હાઈવે ઉપર એટેક આવતા કોન્‍સ્‍ટેબલનું મોત

vartmanpravah

રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી નગરપાલિકાના રૂા.816 લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/સબવેનું ખાતમૂહુર્ત અને નગરપાલિકાના 57 સફાઈ કામદારોને હુકમો એનાયત કરાયા

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં ‘દે ઘૂમાકે’ આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગીતાનો પ્રારંભ

vartmanpravah

વાપી નગરપાલિકાએ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી : 96.24 ટકાકામગીરી

vartmanpravah

Leave a Comment