Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

  • નોડલ ઓફિસર અને એસડીપીઓ મન્ની ભૂષણ સિંઘે તિરંગાના પ્રોટોકોલની આપેલી સમજઃ 100 ટકા સફળ બનાવવા કરેલું આહ્‌વાન

  • દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રોપર્ટી કાર્ડનું પણ કરાયેલું વિતરણ

  • આવતા 25 વર્ષ બાદ 15મી ઓગસ્‍ટ 2047ના દિવસે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્‍યારે જો હયાત રહ્યા તો આપણે અને આપણી પેઢી ગર્વથી યાદ કરશે કે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠે અમૃત મહોત્‍સવ ઉજવી અમે અમારા ઘર ઉપર તિરંગો લહેરાવ્‍યો હતોઃ મુકેશ ગોસાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.05: દમણવાડા ગ્રામ પંચાયતની આજે યોજાયેલી વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરવામાં આવ્‍યું હતું અને ખાતેધારકોને તેમના પ્રોપર્ટી કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

‘હર ઘર તિરંગા’ અભિયાનના દમણવાડા ગ્રામ પંચાયતના નોડલ ઓફિસર અને એસડીપીઓ શ્રી મન્ની ભૂષણ સિંઘે દમણવાડા ગ્રામ પંચાયતના તમામ ઘરો ઉપર તિરંગો લહેરાવવા હાકલ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, વિશ્વના 150 દેશોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે, ત્‍યારે આપણે પાછળ રહીએ તે નહીંચાલે. એવી ભાવના પણ વ્‍યક્‍ત કરી હતી.

શ્રી મન્ની ભૂષણ સિંઘે તિરંગાના પ્રોટોકોલની પણ સમજ આપી હતી અને 13મી ઓગસ્‍ટથી 15મી ઓગસ્‍ટ દરમિયાન દરેકના ઘરે તિરંગો લાગે તેની તકેદારી લેવા પણ ગ્રામ પંચાયતને તાકિદ કરી હતી.

આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આવતા 25 વર્ષ બાદ આપણે આઝાદીની સદી ઉજવીશું ત્‍યારે જો હયાત રહ્યા તો આપણે ગર્વથી કહીશું કે, દેશની 75મી આઝાદીના દિવસે અમે અમારા ઘર ઉપર તિરંગો લહેરાવ્‍યો હતો. અમે પણ આઝાદીના અમૃત મહોત્‍સવનો ભાગ બન્‍યા હતા. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આજે જેમની ઉંમર 5, 10, 15 કે 20 છે તેઓ આવતા 25 વર્ષ બાદ 2047ની 15મી ઓગસ્‍ટે યાદ કરશે અને ગર્વથી કહેશે કે અમારા ઘરે પણ 2022માં તિરંગો લહેરાયો હતો. આપણાં યશસ્‍વી અને કર્મયોગી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રભાવના અને દેશભક્‍તિને જગાવવાનો અવસર આપ્‍યો છે. તેમણે દમણવાડા ગ્રામ પંચાયતનું એક પણ ઘર તિરંગાથી વંચિત નહીં રહે તેની તકેદારી રાખવા પણ ગ્રામજનોને અપીલ કરી હતી.

સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ઘર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે વિશેષ ગ્રામસભાના આયોજનમાં રેવન્‍યુ વિભાગ દ્વારા તૈયારકરાયેલા પ્રોપર્ટી કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, જેમના હૈયે હંમેશા આપણાં પ્રદેશનું હિત સમાયેલું છે એવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગાંવઠાણમાં રહેતા લોકોને તેમના પ્રોપર્ટી કાર્ડ મળે અને પ્રોપર્ટીની બાબતમાં કોઈ તકરાર નહીં રહે એ માટે ડ્રોન દ્વારા કરાવેલા સર્વે બાદ રેવન્‍યુ વિભાગે તૈયાર કરેલ પ્રોપર્ટી કાર્ડ આજે પંચાયત દ્વારા આપવામાં આવી રહ્યા છે. પ્રોપર્ટી કાર્ડથી હવે લોન મેળવવાનું પણ સરળ બનશે એવી લાગણી સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ વ્‍યક્‍ત કરી હતી. તેમણે પંચાયત દ્વારા બનાવવામાં આવેલ લાયબ્રેરી, સરલ સેવા કેન્‍દ્ર અને એટીએમની પણ માહિતી આપી હતી અને ખુબ જ ટૂંક સમયમાં આ સંકુલનું ઉદ્‌ઘાટન પણ કરાશે એવી જાણકારી પણ આપી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના ઉપ પ્રમુખ શ્રી શરદભાઈ પુરોહિતે ‘હર ઘર તિરંગા’ અભિયાનને સંપૂર્ણ સફળ બનાવવા હાકલ કરી હતી. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા વિકાસ કામોની પણ પ્રશંસા કરી હતી.

દમણવાડા વિભાગના જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે પોતાના સમાપન વક્‍તવ્‍યમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનના માધ્‍યમથી આપેલીતકનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવા ગામવાસીઓને અપીલ કરી હતી. તેમણે ઉપસ્‍થિત મહિલાઓને પણ પોતાના ઘરમાં તિરંગો લહેરાય તેની કાળજી રાખવા પણ આહ્‌વાન કર્યું હતું. આ પ્રસંગે મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી વિશાલ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ તેમજ પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

એસ.ડી.પી.ઓ. શ્રી મન્ની ભૂષણ સિંઘ દ્વારા પણ સાંકેતિક પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન એસ.બી.આઈ.ની મોટી દમણ શાખાના પૂર્વ ચીફ મેનેજર શ્રી ગણેશભાઈ પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલભાઈ મીટનાના નેતૃત્‍વમાં પંચાયતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

સેલવાસ એસ.ટી. ડેપો સામે ગેરકાયદે આડેધડ રીક્ષા પાર્કિંગના કારણે સર્જાતો ટ્રાફિકજામ

vartmanpravah

વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

vartmanpravah

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

vartmanpravah

Leave a Comment