Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના રખોલી ખાતે આવેલ હોટલ મધુબનમાં સેંકડો યુવાનો સાથે ભાજપની બેઠક: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની 25મી એપ્રિલની દાનહ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા પ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે કરેલી અપીલ

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર અને પ્રદેશના વરિષ્‍ઠ નેતા ડો. છત્રસિંહ ચૌહાણની પહેલથી ઓબીસી સમુદાયના નેતા અજય ભંડારીએ સેંકડો યુવા સાથીઓ સાથે બાંધેલી ભાજપની કંઠી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 :આગામી 25મી એપ્રિલના મંગળવારે દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહેલા યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની જનસભાને ઐતિહાસિક બનાવવા માટે આજે દાનહના રખોલી ખાતે મધુબન હોટલમાં બૂથ લેવલ કાર્યકર્તાઓ અને રખોલી વિસ્‍તારના વેપારીઓ તથા કામદારો સાથે બેઠક કરી તેમને જનસભામાં ઉપસ્‍થિત રહેવા માટે પ્રેરિત કરાયા હતા.
સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર અને વરિષ્‍ઠ નેતા ડો. છત્રસિંહ ચૌહાણની ઉપસ્‍થિતિ અને માર્ગદર્શન હેઠળ યુવા નેતા શ્રી અજય ભંડારી પોતાના સેંકડો યુવા સાથીઓ સાથે ભાજપની કંઠી બાંધી હતી.
આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં સેલવાસના યુવા ગતિશીલ નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભારપ્રગટ કરતા જણાવ્‍યું હતું કે, તેઓ સાચા અર્થમાં પ્રદેશના વિકાસ પુરૂષ છે અને તેમની પહેલ તથા પ્રધાનમંત્રીશ્રી અને યુગ પુરૂષ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અમીદૃષ્‍ટિથી સેલવાસ રિવરફ્રન્‍ટથી લઈ ઓવરબ્રિજ, રીંગરોડ, નમો મેડિકલ કોલેજ સહિતની અનેક વિકાસ યોજનાઓ સાકાર થઈ શકી છે.
આ પ્રસંગે ભાજપના નેતા અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દાનહ જિ.પં.ના અધ્‍યક્ષ શ્રીમતી નિશાબેન ભવર, ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન, સેલવાસ ન.પા. ઉપ પ્રમુખ શ્રી અજય દેસાઈ, ભાજપના કોષાધ્‍યક્ષ શ્રી વિરેન્‍દ્ર રાજપુરોહિત, પ્રદેશના યુવા આદિવાસી નેતા અને પ્રસિદ્ધા ધારાશાષાી શ્રી સની ભીમરા, ભાજપ યુવા મોરચાના અધ્‍યક્ષ શ્રી વિશાલ પટેલ, કાઉન્‍સિલર શ્રી કિશનસિંહ પરમાર સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

અતુલમાં યુવતિ સાથે વિડીયો ફોન ઉપર વાત કરવાના મામલે પરિવારને બંધક બનાવી ધમકી આપતા 12 વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

એન.આર.અગ્રવાલની પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજી અંગે મુસદ્દો તૈયાર કરાયો

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી

vartmanpravah

કપરાડાના છેવાડાના બારપુડા ગ્રામપંચાયત ખાતે ઉપ સરપંચની વરણી માટે યોજાયેલી પ્રથમ ગ્રામસભા

vartmanpravah

Leave a Comment