October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ: 4 ઓગસ્‍ટે ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ મેરેથોન સાથે હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ 300મી હાફ મેરેથોન પૂર્ણ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મુંબઈ, તા.06: 62 વર્ષીય શ્રી હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકા એક અગ્રણી એક્ષપોર્ટ હાઉસ – ગુટકા ગ્રુપ ઓફ કંપનીના મેનેજીંગડાયરેક્‍ટર છે, જે પ0થી વધુ દેશોમાં વૈશ્વિક સ્‍તરે ભારતીય ખાદ્ય પદાર્થોની (ખાસ કરીને લિજ્જત પાપડના સૌથી મોટા નિકાસકર્તા) નિકાસ કરે છે જેના વિશ્વવ્‍યાપી ગ્રાહકો છે. ઈન્‍ડિયન સ્‍પાઈસ એન્‍ડ ફૂડસ્‍ટફ એક્‍સપોર્ટર્સ એસોસિએશનના (આઈએસએફઈએ)ના તેઓ અધ્‍યક્ષ છે.
4 ઓગસ્‍ટ, 2024ના રોજ યોજાયેલ ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ રનમાં શ્રી હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ ભાગ લીધો હતો અને તે સફળતાપૂર્વક પૂર્ણ કરી એક વાર ફરીથી શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ વધાર્યું છે. આમ તો તેમણે એકંદરે વૈશ્વિક સ્‍તરે 300થી વધુ મેરેથોન પૂર્ણ કરેલ છે પરંતુ આ મેરેથોન સાથે તેમણે 300મી હાફ મેરેથોન દોડી એક અનોખું ઉદાહરણ પુરૂ કરેલ છે, જે નોંધનીય છે.
એક સફળ અને ખૂબ જ વ્‍યસ્‍ત વ્‍યક્‍તિત્‍વ ધરાવતા શ્રી હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકા લગભગ દર અઠવાડીયે વિવિધ હાફ મેરેથોનમાં અચૂક ભાગ લે છે અને તેમના આ જુસ્‍સાને લીધે જ તેઓ આટલા ઓછા સમયમાં 300મી હાફ મેરેથોન પુરી કરી શક્‍યા છે, જેનાથી એમની સિધ્‍ધિઓમાં એક ઔર વધારો થયો છે.
નિયમિત દોડવું એ એમની આદત બની ગઈ છે તે ઉપરાંત તેઓ નિયમિત સાયક્‍લિંગ પણ કરે છે જે એમના શરીરને ખૂબ જ ચુસ્‍ત અને તંદુરસ્‍ત રાખે છે. 49 વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કરનાર શ્રી હિતેશ ચુનીલાલપોપટલાલ ગુટકા અનેક વેપારી ભાઈઓના પણ માર્ગદર્શક બની ગયા છે. કારણ કે વ્‍યક્‍તિ એકવાર કઈ ધારી લે તો એ કઈપણ હાંસલ કરી શકે છે એ એમની સફળતાનો મંત્ર છે.

Related posts

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

વાપી બલીઠા ડેપોમાં કાદવમાં બે બસો ફસાઈ: ઉચ્‍ચ અધિકારીઓને મુસાફરો-સ્‍ટાફની હાલાકી દેખાતી નથી

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

Leave a Comment