Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01: દાદરા નગર હવેલીના સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં તા.01 જૂન, 2018ના રોજ ટ્રક નંબર જીજે-15-યુયુ-0355ના ચાલક અંસાર અજીમુલ્લા ખાન વિરુદ્ધ આઇપીસીની કલમ 407 મુજબ ફરિયાદ નોંધવામા આવી હતી. તપાસ દરમ્‍યાન ટ્રક અને એમાં રાખવામાં આવેલ સામાનને જપ્ત કરવામાં આવ્‍યો હતો.
4 જૂનના રોજ પોલીસને મળેલ બે અજાણ્‍યા વ્‍યક્‍તિઓને પણ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં લાવવામાં આવ્‍યા હતા. પોલીસ દ્વારા ચાલકના સંબંધીની પૂછપરછ અને તપાસ દરમ્‍યાન જાણવા મળેલ કે ટ્રકનો ચાલક અંસાર અજીમુલ્લા ખાન રહેવાસી-વાપી, જે વાપીથી નાશિક તરફ જઈ રહ્યો હતો જેની લાશ આરોપીઓએ નાશિક રોડ પર સડકની કિનારે ફેંકી દીધી હતી. આ ઘટના અંગેની વધુ તપાસ પી.આઈ. હરેશસિંહ રાઠોડને સોપવામાં આવી હતી. પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગળું દબાવીને હત્‍યા કરાઈ હોવાનું બહાર આવ્‍યું હતું. ટ્રકમાંથી મળી આવેલ ચાલકની હત્‍યા કર્યા બાદ માલસામાન સહીત ટ્રકની ચોરી કરવામાં આવી હતી. જેથી આઈપીસી 302, 394, 201 મુજબ આરોપી સચિન રંજીત ઢકને અને વિકાસ અજીનાથ બડે વિરુદ્ધગુનામાં કલમ 34 જોડવામાં આવી હતી. આ કેસને દાનહના જિલ્લા સત્ર ન્‍યાયાલયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્‍યારબાદ સુનાવણી દરમ્‍યાન તપાસમાં સાક્ષીઓના નિવેદનોના આધારે તેમજ પુરાવાના આધારે એડવોકેટ નિપુણ રાઠોડની ધારદાર દલીલના આધારે સત્ર ન્‍યાયાધીશ શ્રી એસ.એસ.અડકરે બન્ને આરોપીઓને આઇપીસીની કલમ 302, 392 અને 201, 34 મુજબ આજીવન કેદની સખત સજા સંભળાવી હતી.

Related posts

સ્માર્ટસીટી ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટસીટીને સ્માર્ટ અર્બન મોબિલિટી શ્રેણીમાં મળ્યું ­થમ સ્થાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે યુ.પી.ના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍ય નાથ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી ચણોદ કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જ્‍યંતીની ઉજવણી

vartmanpravah

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment