January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ધરમપુર તાલુકાની મૃગમાળ પ્રાથમિક શાળામાં નિલેશકુમાર જગુભાઈ પટેલ ઉ.શિ. પ્રા.શાળા મૃગમળ, તા.ધરમપુર, જિ.વલસાડને મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્યએ હાજર કરેલ નથી. આચાર્યએ એસએમસી કમિટીના સભ્‍યોને ગેરમાર્ગે દોરી શાળામાં ત્રણ દિવસ સુધી તાળાબંધી કરાવેલ હતી.
ધરમપુર તાલુકાની મૃગમાળ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 નિલેશકુમાર જગુભાઈ પટેલ ઉ.શિ પ્રાથમિક શાળામાં હાજર થવા ગયો ત્‍યારે તા.14/02/2024 ના દિને સંપુર્ણ દિવસ શાળાની ઓફિસમાં મને બેસાડી રાખ્‍યો હતો અને શાળાના સમય બાદ લેખિતપત્ર આપ્‍યો કે તમને શાળાના એસએમસી કમિટીના સભ્‍યાએ હાજર કરવાની ના પાડી છે. પરંતુ હાજર ન કરવાનું કોઈજ કારણ દર્શાવેલ નથી. બીજા દિવસે તા.15/02/2024 ના દિને 10.15 કલાક થી 5.00 સુધી શાળાના મુખ્‍ય ગેટ આગળ હાજર રહ્યો ત્‍યારે શાળાના ગેટ પર એસએમસી કમિટીના સભ્‍યો દ્વારા તાળું મારી માનસિક રીતે પરેશાન કરવામાં આવ્‍યો હતો. તા.15/02/2024 ના દિનેધરમપુર તાલુકાના ટીપીઈઓ તપાસ અર્થે મૃગમાળ પ્રાથમિક શાળામાં આવેલ હતા. કોઈપણ નિવેદન લેવામાં આવ્‍યું ના હતુ. ત્રીજા દિવસે તા.16/02/2024 ના દિને પણ સવારે 10.15 કલાકે શાળામાં હાજર થવા ગયો હતો છતા પણ શાળાના આચાર્ય તથા એસએમસી કમિટીના સભ્‍યો મળીને શાળાના ગેટને તાળું મારી દેવામાં આવ્‍યું હતું.
પ્રાંત અધિકારી દ્વારા શાળાના મુખ્‍ય ગેટનું તાળુ ખોલાવી નિવેદન શાળાના આચાર્ય તથા એસએમસી કમિટીના સભ્‍યોના નિવેદન લેવામાં આવ્‍યા હતા. તા.16/02/2024ના દિને બપોર પછી 4.30 કલાકે જાણ કરવામાં આવી કે વલસાડ જિલ્લા પંચાયત કચેરીએ હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.
વલસાડ જિલ્લા ડીપીઈઓ જિલ્લાની વધુ ઘટવાળી શાળામાં ફરી બદલી હુકમ કરી શકે છે ? એક ભુલની સજા કેટલી વખત આપવા માંગે છે ? માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે ? જેની સઘન તપાસ કરવા વિનંતી કરી છે.
ફરી સજાના ભાગ રૂપે દુર્ગમ વિસ્‍તારમાં પુનઃસ્‍થાપનનો હુકમ કરવામાં આવશે તો ન્‍યાય મેળવવા ગાંધી ચીંધ્‍યા માર્ગે વલસાડ જિલ્લા પંચાયતની કચેરીની સામે ઉપવાસ પર ઉતરવા નિર્ણય કર્યો છે.
પુનઃસ્‍થાપિત પ્રાથમિક શાળામાં અથવા યોગ્‍ય શાળામાં હાજર કરવા યોગ્‍ય કાર્યવાહી હાથ ધરવા શિક્ષણમંત્રી ગુજરાત રાજ્‍ય ગાંધીનગર, નિયામક ગુજરાતરાજય સચિવાલય ગાંધીનગરને જાણ કરવામાં આવી છે.

Related posts

આજે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણઃ પ્રદેશે સર કરેલા સિદ્ધિના અનેક સોપાનો

vartmanpravah

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં પ્રી-મોન્‍સૂન તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment