(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.01: અમદાવાદ એલસીબીએ ચીખલીમાં ભાટિયા મોબાઈલમાંથી મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરી કરનાર ત્રણ જેટલારીઢા ચોરોને રૂ.27.97 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે દબોચી લેતા ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલાય જવા પામ્યો છે.
શનિવારની રાત્રે ચીખલી એસટી બસ સ્ટેન્ડની સામે ભાટિયા મોબાઈલની દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી મોબાઈલ ફોન અને એસેસરીઝ સહિત રૂ.29.61 લાખની મત્તા ચોરટાઓ ચોરી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસની સજાગતાને પગલે ભાટિયા મોબાઈલમાંથી થયેલ ચોરીનો ભેદ ચાર દિવસમાં ઉકેલાય જવા પામ્યો છે. 28-જાન્યુઆરીની રાત્રે ચીખલી એસટી બસ સ્ટેન્ડની સામે મુખ્ય માર્ગને અડીને આવેલ શોપિંગ સેન્ટરમાં ભાટિયા મોબાઈલની દુકાનના પાછળના ભાગે દિવાલમાં બાકોરું પાડી એપલ, ઑપ્પો, સેમસંગ, વન પલ્સ, રિયલ મી, સાઓમી સહિતના ટેબલેટ-3, સ્માર્ટ વોચ-6, ચાર્જર એડેપટર-90, ચાર્જર કેબલ-68, ફોનની બેટરી-33 સહિતની એસેસરીઝ રોકડા રૂપિયા 1430/- મળી કુલ રૂ.27,97,357નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ચીખલીમાં ભાટિયા મોબાઈલમાંથી થયેલ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ પૈકી રોનક નાગર ઝાલા અને આશિફ રઝા રહેબર અબ્બાસ રઝા રૈયજુલ અબ્બાસ રઝા વચ્ચે અમદાવાદની જેલમાં મિત્રતા થઈ હતી. રોનક છ એક માસ પૂર્વે દમણ ગયેલો ત્યારે ચીખલીમાં સર્વે કરી ગયો હતો બાદમાં વાપી આવી રોનક અને આશિફ રજાબંને બસમાં 28 જાન્યુઆરીના રોજ ચીખલી આવી ડેપો પર હરીફરીને બસ સ્ટેન્ડની સામે રેફરલ હોસ્પિટલમાં પીએમ રૂમ પાસે આવેલ કુટીરમાં બેસી રહ્યા હતા પીએમ રૂમ અને ભાટીયા મોબાઈલ વાળા શોપિંગ સેન્ટર વચ્ચે માત્ર કમ્પાઉન્ડ વોલનું જ અંતર છે બાદમાં મોડેથી ભાટિયા મોબાઇલમાં ડિસ્પ્લે નાખવાની છે તેમ જણાવતા મોબાઈલ રીપેર કરવામાં આવતા નથી તેમ જણાવતા નીકળી ગયા હતા મોબાઈલ રીપેરના નામે ગ્રાહકના સ્વાગમાં જઈ દિવસ દરમિયાન રેકી કરી લીધી હતી બાદમાં કોલેજ રોડ પર આવેલ નોનવેજની મિજબાની માણી રાત્રે રેફરલ તરફથી ઘુસી કોઈ મોટું વાહન પસાર થાય અને અવાજ આવે ત્યારે પારઈથી દિવાલમાં ભટકો મારી દેતા હતા અને તેમ કરી એક બાકોરૂ મારફતે દુકાનમાં પ્રવેશ કરી પ્રથમ કેમેરા ફેરવી નાંખી બહાર ઉભા રહેલ સાથી મિત્રને મોબાઈલ ફોન અને એસેસરીઝ આપતો ગયો હતો. વધુમાં મોબાઈલ સમેટાયા બાદ બેગમાં ફોન ન સમાતા મોબાઈલ ફોનના બોક્ષ કાઢી નાંખી ત્યાં જ સળગાવી દીધા હતા. બાદમાં એક બેગમાં મોબાઈલ અને બીજામાં એસેસરીઝ મૂકી પાંચેક વાગ્યાના અરસામાં બસ સ્ટેન્ડ પરથી બસમાં બેસી વાપી રવાના થઈ ત્યાં એક હોટલમાં રોકાયા હતા. રવિવારે આખો દિવસ રોકાઈને નોકરીની શોધમાં અમદાવાદ આવેલ તેનો મિત્રએટલે કે ત્રીજો આસામનો રહેવાસી રિયાઝઉલ શાઇદઉલને નોકરીના બહાને વાપી બોલાવી તેને બેગમાં કપડા હોવાનું જણાવી સોમવારે બપોરે 12:00 વાગ્યાના અરસામાં વાપી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેસી અમદાવાદ રવાના થઈ ગયા હતા અને આ સમગ્ર બાબત તે રિયાઝઉલ ને પણ અંધારામાં રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મોબાઈલ ફોનની ચોરીના આરોપીઓના મિત્રએ જ મિત્રનો ભાંડો ફોડ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. એક આરોપીએ અમદાવાદથી તેના મિત્રને ફોન પર જણાવ્યું હતું કે અમારુ કામ થઈ ગયું છે. હવે બીજું કંઈ કરવાની જરૂર નથી તેમ જણાવતા મિત્રને શંકા જતા મિત્ર એજ મળવા બોલાવતા ત્યાં જતા આ મિત્ર એ જ પોલીસને જાણ કરતા ઝડપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીઓ ગુનહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપી રોનક નાગર ઝાલા અગાઉ બે ઘરફોડ ચોરીના તથા આસિફ રઝા રહેબર અબ્બાસ રઝા એક ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ હતો. વધુમાં આરોપીઓએ એકાદ મહિના પૂર્વ ભાવનગર નજીક બે મંદિરની દાન પેટી તોડી તેમાંથી રોકડા તથા ચાંદીના દાગીના ઉપરાંત એકાદ માસ પૂર્વે ભાવનગરમાં ફૂટપાથ પર સુતેલા મજૂરોના બે મોબાઈલ ફોનની ચોરી તથા આસિફ રઝા રહેબર અબ્બાસ રઝા એ વીસેક દિવસ આસપાસબેંગ્લોરના ઘરમાવરમમાં એક કપડાની દુકાનમાંથી સિત્તેરથી વધુ ટી શર્ટ ચોરી કરી હતી.