October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ધેજ વાળંદ ફળીયા ખાતે રહેતા અને ચીખલી ખાતે ટેલરિંગની દુકાન ચલાવતા હિતેશ હીરાભાઈ પટેલ જે રવિવારની સવારના સમયે ચીખલી ખાતે દુકાને જવા પોતાની મોટર સાયકલ નં.જીજે-15-સીસી-646 લઈને નીકળ્‍યા હતા. દરમ્‍યાન ધેજ વાળંદ ફળીયા ખાતે રહેતી જશુબેન ડાહ્યાભાઈ પટેલે આવી હિતેશ પટેલને જણાવેલ કે આજે બસ આવેલ નથી અને હું પણ ચીખલી જ જવાની છું જેથી તું મને ચીખલી સુધી તારી મોટર સાયકલ ઉપર બેસાડી જજે તેમ જણાવતા હિતેશ પટેલ અને જશુબેન પટેલ ચીખલી આવવા નીકળ્‍યા હતા. દરમ્‍યાન મલિયાધરા ગામ પાસે ધેજથી મલિયાધરા રોડ ઉપરભગુભાઈ પટેલના ઘર પાસે આવતા મોટર સાયકલની આગળ ચાલી રહેલ બ્રિજા વિટારા કારના ચાલકે પોતાના કબ્‍જાની કાર વાળી દઈ અને મોટર સાયકલની પાછળના ભાગે ટક્કર મારતા મો.સા પાછળ બેસેલ જશુબેન પટેલ રોડ ઉપર પડી જતા જેને પ્રથમ ધેજ અને વધુ સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ હિતેશ હીરાભાઈ પટેલ (રહે.ધેજ વાળંદ ફળીયા તા.ચીખલી) એ કરતા પોલીસે બ્રિજા કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

મોટી દમણ આંબાવાડી ખાતે મીટનાવાડના રામ મંદિરના દર્શનથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રચારના કર્યા શ્રીગણેશ

vartmanpravah

વલસાડ 181 અભયમે પિતા-પુત્રીના ઝગડાનું સુખદ સમાધાન કરાવ્‍યું

vartmanpravah

વાપીમાં ડો.આશા ગાંધીના પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન યોજાઈ ગયું

vartmanpravah

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

Leave a Comment