July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), 05: પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. પંપના કર્મચારીને માથામાં પાઈપનો ફટકો મારતા લોહી લુહાણ હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી નજીક થાલા નેશનલ હાઈવે પર આવેલા પરમ પેટ્રોલિયમ પર સીએનજી ગેસ પુરાવવા આવેલી મારુતિ આર્ટિગા કાર નં.એમએચ-14-ઈસી-0767 માં ગેસ પૂરતા કર્મચારી વિકી અરવિંદભાઈ પટેલ (રહે.ગોડથલ ઝાડી ફળીયા તા.ચીખલી) એ આર્ટિગા કાર ચાલકોને સીએનજી ગેસ પૂરતી વેળા કારમાંથી ઉતરી જવા જણાવતા કારમાં બેસેલ વ્‍યક્‍તિઓ નીચે ઉતરી ગયા હતા. બાદમાં સીએનજી પુરાઈ ગયા બાદ જેના નાણાં ચૂકવી સીએનજી પુરાવા આવેલા શખ્‍સોએ કર્મચારી વિકી પટેલ સાથે ગમે તેમ બોલી ઝપાઝપી કરી બાજુમાં પડેલ પીવીસીના પાઈપ વડે માથાના ભાગે ફટકા મારતા બૂમાબૂમ કરતા આજુબાજુના કર્મચારીઓ દોડી આવી બચાવ્‍યો હતો. જોકે અન્‍ય કર્મચારીઓ આવી જતા આર્ટિગા કારના ચાલકોત્‍યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં વિકી પટેલને 108ની મદદે સારવાર અર્થે લઈ જવામાં આવ્‍યો હતો. બનાવ અંગેની ફરિયાદ વિકી અરવિંદભાઈ પટેલ (રહે.ગોડથલ ઝાડી ફળીયા તા.ચીખલી) એ કરતા પોલીસ આર્ટિગા કારમાં સવાર ચાર શખ્‍સો સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લઈ વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર જીઆરડી જવાન ફરિસ્‍તો બન્‍યો: ટ્રેક ઉપર પડી ગયેલ વૃધ્‍ધનો જીવ ક્ષણોમાં બચ્‍યો

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસને વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી

vartmanpravah

વાપી મોરાઈ ગુડ્‍ઝ ટ્રેન બ્રિજ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુના ઈલેક્‍ટ્રીક પોલ માટેના ઢાંચા ઉપર ચાલકે બસ ચડાવી

vartmanpravah

Leave a Comment