September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં કૌંચાખાતેની ગુજરાતી માધ્‍યમ શાળામાં ચીખલીપાડા, જમાલપાડા અને રાનપાડાની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍વાગત કાર્યક્રમ બાદ નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી સ્‍વાગત કયું હતું અને તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ 6થી 10સુધીના પ્રથમ ક્રમાંકથી પાસ થયેલ વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણના મહત્‍વ અંગે જાણકારી આપતા શિક્ષકોને માર્ગદર્શન કરતા જણાવ્‍યું હતું કે, શિક્ષણનું પવિત્ર કાર્ય કરવાનો અવસર મળ્‍યો છે જે એક ઘણું મહત્‍વપૂર્ણ કાર્ય છે જેને પુરી નિષ્ઠાથી કરવાનું છે. વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસની જવાબદારી આપણી છે.
આ અવસરે ઉપ સરપંચ શ્રીમતી સુનિતા કરપટ, સમાજ સેવિકા ભારતી ગોતરણા, સી.આર.સી. શ્રી બિમલ સીંગ રાજપૂત, મુખ્‍ય શિક્ષક શ્રી સંજય ચૌધરી, શ્રી પ્રવીણ હળપતિ, શ્રી દિનેશ ગાવિત, શ્રી રૂપેશ ગાયકવાડ, શાળાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

vartmanpravah

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

Leave a Comment