October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

શાળા અને કોલેજો પાસે તમાકુ અને ડ્રગ્‍સ બાબતે ઓચિંતુ ચેકિંગ કરવા માટે આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડ જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 અંતર્ગત તમાકુ નિયંત્રણ કમિટીની જિલ્લા સ્‍ટીયરીંગ કમિટીની બેઠક જિલ્લા કલેકટર-વ-કમિટીના ચેરમેન ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તા.4 ફેબ્રુઆરી 2023ના રોજ વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં ધુમ્રપાન નિષેધ નિયમભંગ માટે કાર્યવાહીની ચર્ચા થઈ હતી.
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ આ બેઠકમાં જિલ્લામાં આવેલી સ્‍કૂલ-કોલેજોની આસપાસના વિસ્‍તારોમાં માત્ર તમાકુ જ નહીં પણ ડ્રગ્‍સ બાબતે પણ ઓચિંતું ચેકિંગહાથ ધરવા માટે આદેશ કર્યા હતા. જેમાં આરોગ્‍ય વિભાગની સાથે સમાજ સુરક્ષા વિભાગ અને મામલતદાર કચેરીની ટીમ ચેકિંગમાં જોડાશે એમ જણાવ્‍યું હતું. ખાસ કરીને વાપી તાલુકા પર વિશેષ ભાર આપ્‍યો હતો.
બેઠકમાં જિલ્લા એપિડેમિક ઓફિસર ડો.મનોજ પટેલે બેઠકમાં જણાવ્‍યું કે, ધ્રુમપાન તેમજ તમાકુ નિષેધ અંગે સ્‍કૂલોમાં કાઉન્‍સેલિંગ કરવામાં આવે છે. જેમાં વર્ષ 2022-23માં 60 સ્‍કૂલોના લક્ષ્યાંક સામે જાન્‍યુઆરી 2023 સુધીમાં 38 સ્‍કૂલ કવર કરી લેવાઈ છે. જેમાં કુલ 4365 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં કાર્યરત તમાકુ નિવારણ કેન્‍દ્રમાં પણ એપ્રિલ 2022થી જાન્‍યુઆરી 2023 સુધીમાં 1969 દર્દીઓનું કાઉન્‍સેલિંગ કરાયું હતું. આ સિવાય ધરમપુરની વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અને ભીલાડ આઈટીઆઈમાં તમાકુ નિષેધ અંગેની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી કચેરીઓ અને શાળા કોલેજોના પ્રવેશ દ્વાર પાસે તમાકુ મુક્‍ત ભવન, અને આ શૈક્ષણિક સંસ્‍થા છે. આ સંસ્‍થાના 100 વારના ત્રિજ્‍યામાં તમાકુ કે તમાકુની બનાવટો વેચવીએ દંડનીય ગુનો છે એવા બોર્ડ અને બેનર પણ લગાવવામાં આવ્‍યું હોવાનું અધિકારીએ જણાવ્‍યું હતું. ઘ્‍બ્‍વ્‍ભ્‍ખ્‍-(વ્‍ત્ર્ફૂ ઘ્‍શીિર્ંશ્વફૂદ્દદ્દફૂત ર્ીઁફુ બ્‍દ્દત્ર્ફૂશ્વ વ્‍ંણર્ુીણૂણૂં ભ્‍શ્વંફુયણૂદ્દ ખ્‍ણૂદ્દ 2003 ભારતીયસંસદે તા.18 મે 2003ના રોજ પસાર કર્યા બાદ તા. 1 મે 2004થી અમલમાં આવ્‍યો હતો. આ ધારો તમાકુની તમામ બનાવટોને લાગુ પડે છે. જેના ભંગ બદલ દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું. તમાકુ નિયંત્રણ ભંગ બદલ વર્ષ 2022-23 સુધીમાં વલસાડ જિલ્લામાં 163 કેસ કરી રૂ.30100નો દંડ વસૂલવામાં આવ્‍યો હોવાનું ડો.મનોજ પટેલે જણાવ્‍યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.કિરણ પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.વિપુલ ગામીત, આરસીએચઓ ડો.એ.કે.સિંઘ, કવોલિટી એન્‍સ્‍યોરન્‍સ મેડિકલ ઓફિસર ડો. દિવ્‍યેશ પટેલ, તાલીમ ટીમના સિનિયમ મેડિકલ ઓફિસર ડો. એસ.એસ.હક, જિલ્લા રક્‍તપિત્ત કચેરીના મેડિકલ ઓફિસર ડો. સંજ્‍ય કુમાર અને ક્ષયરોગ વિભાગના મેડિકલ ઓફિસર ડો. પરિમલ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

નારગોલ ગામે આયોજીત સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારનો ફાટેલો રાફડો

vartmanpravah

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

દેવકા બીચ ખાતે લીલા ઘાસના સંયોજન સાથે બનેલ લેન્‍ડસ્‍કેપિંગનો ઢોળાવ પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું નજરાણું બનશે

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું

vartmanpravah

Leave a Comment