(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લામાં આવેલ રાઈજીન્ગ સ્ટાર એ રાષ્ટ્રીય સ્તર પર દિલ્હીના કર્તવ્ય પથ પર 26 જાન્યુઆરીના રોજ ઉત્કળષ્ટ ડાન્સ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દીવનું નામ રોશન કર્યું હતું. જેને લઈને દીવમાં ઠેર ઠેર રાઈજીન્ગ સ્ટારના આઠ યુવકો જે દીવનારીયલ સ્ટાર છે તેમનું સન્માન ઉના તાલુકાના ગીર ગઢડા રોડ પર સ્થિત શિતલ રિસોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.