October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશ

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

પ્રશાસન ગાંવ કી ઔર શિબિરમાં વિવિધ વિભાગોની અલગ અલગ સેવાઓ માટે અરજીઓ સ્‍વીકારાશે અને વિવાદીત બાબતો ઉપર માર્ગદર્શન અપાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત દમણની પંચાયતોમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વિવિધ વિભાગોની જુદી જુદી સેવાઓ માટે આવેદન સ્‍વીકારવામાં આવશે અને વિવાદીત બાબતો ઉપર માર્ગદર્શન અપાશે.
સવારના 11:00 થી સાંજના 5:00 વાગ્‍યા સુધી યોજાનારા ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિરનો આરંભ તા.21મી ડિસેમ્‍બરના રોજ મરવડ પંચાયતથી કરવામાં આવશે. ત્‍યારબાદ 22મી ડિસેમ્‍બરે ભીમપોર, 23મીએ દાભેલ, 24મી એ કચીગામ અને 25મી ડિસેમ્‍બરે મગરવાડા પંચાયત ઘર ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાશે.
આ શિબિરમાં મામલતદાર, સીટી સર્વે, જમીન સંપાદન, સબ રજીસ્‍ટ્રાર,ટ્રેઝરી, ફૂડ અને સપ્‍લાય, જિલ્લા પંચાયત, સમાજ કલ્‍યાણ, લેબર, ચૂંટણી, વિદ્યુત, પોસ્‍ટ, કૃષિ, પશુપાલન, બેંક, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, પરિવહન અને શિક્ષણ વિભાગ સંબંધી વિવિધ સેવાઓના સંદર્ભમાં આવેદન સ્‍વીકારવામાં આવશે.

Related posts

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

vartmanpravah

સેલવાસના બે સામાજીક કાર્યકર્તાઓનું હૃદય રોગના હૂમલામાં મોત

vartmanpravah

વાપીમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયત સભ્‍ય પ્રવિણભાઈ પટેલે દાનહના વાઘછીપા ગામના જર્જરિત રસ્‍તા અંગે કલેક્‍ટર ભાનુ પ્રભાને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી પર્વમાં અભયમ 181 મહિલા હેલ્‍પલાઈન ટીમ મહિલા-યુવતીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે

vartmanpravah

Leave a Comment