સાંસદ બ્રીજ લાલને સાંભળવા માટે ભાજપ કાર્યકર્તાઓ સહિત સમાજના બુદ્ધિજીવી વર્ગમાં પણ ઉત્સુકતાનો માહોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૨૨ : આવતી કાલે બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ અને ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ ડી.જી.પી. શ્રી બ્રીજ લાલ ઉપસ્થિત રહેવાના છે.
સાંસદ શ્રી બ્રીજ લાલને સાંભળવા માટે ભાજપ કાર્યકર્તાઓ સહિત સમાજના વિવિધ બુદ્ધિજીવી વર્ગ પણ ઉત્સુક હોવાનું દેખાય રહ્નાં છે.
આવતી કાલે સેલવાસના ઉલટન ફળિયા ખાતે આવેલ રમાબાઈ આંબેડકર નગરમાં આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ના કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના દિશા-નિર્દેશ હેઠળ પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, ‘સંવિધાન ગૌરવ અભિયાન’ના પ્રદેશ સંયોજક શ્રી મુકેશ ગોસાવી, સહ સંયોજક શ્રી આનંદ સરવે, પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના અધ્યક્ષ અને ‘સંવિધાન ગૌરવ અભિયાન’ના સહ સંયોજક શ્રી હરિશભાઈ પટેલ, પ્રદેશ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી નિમેષ દમણિયા, સેલવાસ શહેર અધ્યક્ષ શ્રી શાંતુભાઈ પૂજારી, સેલવાસ ગ્રામીણના અધ્યક્ષ શ્રી દીપકભાઈ પ્રધાન, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ સહિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્ના છે.