(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : દીવ કોડિનાર રોડ પર આવેલ કેસરીયા ખાતે દીવના રહેવાસી દિપિકાબેનની ગાડી નંબર ડીડી 02 એફ 1156 કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગ લાગતાં ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો, જેથી જાનહાનિ ટળી હતી. ધીરે ધીરે ભયંકર આગ લાગતાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતાં તાત્કાલિક દીવ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જાણ થતાં જ દીવ ફાયર બ્રિગેડની ટીમ શેખર સિકોતેરીયા, બંટી મીના, અજયભાઈ, હિરેન દડી વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને આગને કાબુમાં લીધી હતી. આગ લાગતાં જ આસપાસ તથા રસ્તા પર જતા લોકોનો જમાવડો જોવા મળ્યો હતો, અને ટ્રાફિક જામના દ્શ્યો સર્જાયા હતા.