Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

આજે દમણમાં રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્‍યોની પાવન પધરામણી અવસરે ભવ્‍ય સામૈયું યોજાશે

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પણ મહારાજ સાહેબ પ્રત્‍યે અતૂટ શ્રદ્ધા અને આદર ધરાવતા હોવાના કારણે તેમના નિવાસ સ્‍થાન ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે 3 દિવસ પ્રવચનનું પણ આયોજન

  • રાષ્‍ટ્રસંત પુણ્‍યવંત મહાપુરૂષ જૈનાચાર્યોની પધરામણીની પૂર્વ સંધ્‍યાએ જૈનમય બનેલું દમણ નગર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: આવતી કાલે શનિવારે દમણ નગરના આંગણે રાષ્‍ટ્રસંત પુણ્‍યવંત મહાપુરૂષ જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર શ્રી પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્‍યોની પાવન પધરામણી થઈ રહી છે.
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને રાષ્‍ટ્રસંત પુણ્‍યવંત મહાપુરૂષ જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર શ્રી પ્રશાંતસાગરજી મહારાજ સાહેબ પ્રત્‍યે શ્રદ્ધા અને આદરભાવ હોવાના કારણે પ્રશાસકશ્રીના નિવાસ સ્‍થાન ગવર્નમેન્‍ટ હાઉસ મોટી દમણ ખાતે પ્રવચન કાર્યક્રમ યોજાશે. આ પહેલાં આવતી કાલે સવારે 9:00 કલાકે નાની દમણ દેરાસરથી રાષ્‍ટ્રસંત પૂજ્‍યશ્રીની ભવ્‍ય સ્‍વાગત યાત્રાનિકળશે.
તા.12મીના રવિવારે સવારે 10:00 કલાકથી વિદ્યાર્થીઓ માટે પવિત્ર પ્રેરણા આપનારૂં વિશેષ પ્રવચન યોજાશે. જ્‍યારે તા.13મી ફેબ્રુઆરીના રોજ સોમવારે સવારે 10 કલાકે વિવિધ સમાજની મહિલાઓ માટે વિશેષ આયોજન તથા ગુરૂવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
રાષ્‍ટ્રસંત પુણ્‍યવંત મહાપુરૂષ જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર શ્રી પ્રશાંતસાગરજી મહારાજ સાહેબના સામૈયાની પૂર્વ સંધ્‍યાએ સમસ્‍ત દમણ પણ જૈનમય બની ગયું હોય એવો માહોલ સર્જાયો છે અને આવતી કાલે મહારાજ સાહેબને સત્‍કારવા માટે જૈન સમાજમાં પણ ભારે ઉત્‍સુકતા જોવા મળી રહી છે. આ ત્રણેય દિવસ કાર્યક્રમ બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્‍તા સંગઠનની મિટીંગ યોજાઈ : ગ્રાહક દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસઃ રાજ્ય સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું, સમાજમાં સન્માન તો આપ્યું સાથે આર્થિક સહાય પણ આપી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ભામટી ગામ ખાતે યોજાઈ ચૌપાલ: નીતિ-નિયમોના પાલનની બાબતોમાં ભામટી માહ્યાવંશી ફળિયાની પ્રશંસા કરતા બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા

vartmanpravah

Leave a Comment