April 24, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસઃ રાજ્ય સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું, સમાજમાં સન્માન તો આપ્યું સાથે આર્થિક સહાય પણ આપી

વલસાડ જિલ્લામાં 38703 વિધવા બહેનો દર મહિને રૂ. 4.83 કરોડની સહાય મેળવી રહી છે

રાજ્ય સરકારે વિધવા બહેનોને વિધવા તરીકે નહીં પણ ગંગા સ્વરૂપા તરીકે નામ આપી સન્માન બક્ષ્યું

 સરકારની યોજનાનો લાભ છેવાડાની બેહનો સુધી પહોંચી શકે તે માટે કલેકટરે વનિતા વિશેષ પ્રોગ્રામ અમલમાં મુક્યો

ખાસ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી

વલસાડ તા. 22 જૂન

આજે 23 જૂને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ છે ત્યારે તેમના હક્કો અને અધિકાર અંગે વિશ્વભરમાં કાર્યક્રમો થશે પરંતુ ગુજરાત સરકારે વિધવા બહેનોને સમાજમાં સન્માનજનક મોભો મળે તે માટે તો સાર્થક કામગીરી કરી જ છે પરંતુ વિધવા બહેનો આર્થિક રીતે પગભર પણ બની શકે તે માટે ચિંતા કરી છે. વિધવા બહેનોને દર મહિને સરકારશ્રી દ્વારા રૂ.1250ની સહાય ચૂકવવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો હાલમાં 38703 વિધવા બહેનોને મહિને રૂ. 4,83,78,750 કરોડની સહાય ચૂકવવામાં આવી રહી છે.

          મહિલાઓ વિકાસની ઉંચી ઉડાન ભરી શકે તે માટે સતત પ્રયત્નશીલ ગુજરાત સરકારના હ્રદયમાં વિધવા બહેનોની પણ વિશેષ ચિંતા છે. પતિના અવસાન બાદ તેઓ નિરાધર ન રહે અને સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે સંવેદનશીલ સરકાર વિધવા બેહેનોને વ્હારે આવી છે.

જીવનસાથીના મૃત્યુ બાદ મોટેભાગની વિધવા મહિલાને ઘર-પરિવાર કે સમાજ તરફથી ઘણુ સહન કરવું પડતું હોય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તેમના અધિકારોના ઉલ્લંઘન વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સમાજમાં સન્માન મળે તે માટે વિધવા તરીકે નહીં પણ ગંગા સ્વરૂપ તરીકે નામ આપી સમાજમાં અદકેરૂ સન્માન આપ્યું છે. આ સાથે જ તેઓ આર્થિક રીતે પગભર બની સ્વમાનભેર જીવી શકે તે માટે પહેલા રૂ. 750 ત્યારબાદ રૂ. 1000 અને હવે સહાયની રકમમાં વધારો કરી રૂ. 1250 માસિક સહાય ચૂકવવામાં આવી રહી છે. જે રકમ ગંગા સ્વરૂપ બહેનોના પોસ્ટ ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. વિધવા બહેનોની નાની નાની વાતોમાં ચિંતિત રાજ્ય સરકારે એક મહત્વનો સુધારો કર્યો કે જેનાથી ગંગા સ્વરૂપ બહેનોની આખી જિંદગીની ચિંતા જ દૂર થઈ ગઈ. પહેલા એવી શરત હતી કે, વિધવા બહેનનો પુત્ર 21 વર્ષનો થાય એટલે સહાય બંધ કરી દેવાની પરંતુ રાજ્યની સંવેદનશીલ સરકારે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખી આ શરતને જ રદ કરી નાંખી છે. હવે તેઓને આજીવન સહાય મળી રહે છે. વલસાડ જિલ્લામાં વર્ષ 2017માં માત્ર 6557 લાભાર્થી હતા જે વધીને વર્ષ 2022માં અત્યારે 38703 થયા છે. જે આંકડો ગુજરાત સરકારની યોજનાનો લાભ દિવસે દિવસે વધુને વધુ સંખ્યામાં જરૂરીયાતમંદોને મળી રહ્યો છે તે પ્રતિત કરે છે.

          સામાજિક માનસિકતામાં પરિવર્તન આવે તે માટે પુનઃ લગ્નનો સમાજ દ્વારા સાહજિકપણે સ્વીકાર થાય તે માટે સરકાર દ્વારા ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના પણ અમલમાં મુકી છે જે મુજબ મહિને રૂ. 1250 સહાય મેળવનાર વિધવા બહેન આ યોજના માટે પણ પાત્રતા ધરાવે છે. તેઓ પુનઃ લગ્ન કરે તો રૂ. 25000 સીધા મહિલાના ખાતામાં જમા કરવામાં આવે છે અને બાકીના રૂ. 25000 રાષ્ટ્રીય બચત પત્ર તરીકે સહાયમાં આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 6 વિધવા બહેનોએ લાભ લીધો છે.

          વલસાડ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના કુલ લાભાર્થી 38703 છે જે પૈકી સૌથી વધુ વલસાડ તાલુકામાં અને સૌથી ઓછા ધરમપુર-કપરાડા તાલુકામાં હોવાથી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ ઈનેસેટીવ લઈને સરકારની યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે વનિતા વિશેષ પ્રોગ્રામ અમલમાં મુક્યો છે. જે મુજબ ધરમપુર-કપરાડા તાલુકામાં જનજાગૃતિ માટે દર બુધવારે 10 ગામના એક કલસ્ટર દીઠ કેમ્પ કરવામાં આવે છે. જ્યાં સ્થળ પર જ બહેનોને લાભ આપવાની સાથે જાગૃત કરવામાં આવે છે.

        વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કે.એ.ગિરાસેએ જણાવ્યું કે, સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની સહાય મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ. 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000 હોવી જોઈએ. અરજી કર્યા બાદ લાભાર્થીને 2 માસની અંદર સહાય સીધી તેમના પોસ્ટ ખાતામાં મળી જાય છે. છેવાડાના લોકો સુધી પહોંચી શકાય તે માટે અનેક પ્રયાસ કરવામાં આવે છે.

Related posts

દમણઃ કચીગામની હાયર સેકેન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓએ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રા.પં.માં માતૃ અને વિદ્યા શક્‍તિ’નો સાક્ષાત્‍કાર

vartmanpravah

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment