જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ પટેલ (જીંદાલ) તથા જિલ્લા મહિલા પ્રમુખ હંસાબેન શાહ, સહિત અગ્રણી એડવોકેટ ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: ગ્રાહકોના હક્કો માટે સતત કાર્યરત એવી વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્તા સંગઠનની મિટીંગ ગુંજનની એક હોટલમાં યોજાઈ હતી. મિટીંગમાં પ્રદેશ તથાજિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મિટીંગનું ખાસ આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું. તા.24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિન હોવાથી તેની ઉજવણી કરવામાં આવી હતી.
વાપીમાં વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્તા સંગઠનની મિટીંગ જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ પટેલ (જીંદાલ) તથા મહિલા વિંગના પ્રમુખ હંસાબેન શાહ તથા જાણીતા એડવોકેટ રશ્મિકાબેન મહેતા, એડવોકેટ અપૂર્વ દેસાઈ વલસાડ, ડો.અક્ષય નાડકર્ણી (શ્રીમાન સોની) સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંગઠનના પ્રમુખ જેઠાભાઈ પટેલ અને રાષ્ટ્રીય પ્રમુખ હરિશંકર શુકલાજીના નેતૃત્વમાં અખિલ ભારતીય ઉપભોક્તા સંગઠન પુરા દેશભરમાં કાર્યરત છે. ગ્રાહકોના હક્ક અને અન્યાય માટે સંગઠન સતત કામગીરી કરતું રહે છે. કાર્યક્રમમાં મામલતદાર કલ્પનાબેન પટેલ તથા વિભાગીય પોલીસ વડા બી.એન. પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગ આધિન ઉપસ્થિત રહી શક્યા નહોતા. પરંતુ મિટીંગમાં તેમણે પાઠવેલ શુભેચ્છા સંદેશની નોંધ લેવાઈ હતી. વાપીની મિટીંગમાં રાષ્ટ્રીય ગ્રાહક દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી. મિટીંગમાં જિલ્લા વિસ્તારમાં ગ્રાહક સાથે ક્યાંય અન્યાય થતો હોય તો ઉપભોક્તા સંગઠનનો સંપર્ક કરવા જણાવાયું હતું.