April 26, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રા.પં.ના ભામટી ગામ ખાતે યોજાઈ ચૌપાલ: નીતિ-નિયમોના પાલનની બાબતોમાં ભામટી માહ્યાવંશી ફળિયાની પ્રશંસા કરતા બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા

છેલ્લા પાંચ-સાત વરસથી ચોમાસામાં અડધું ભામટી ગામ ડુબી જતુ હોવાથી અગામી ચોમાસા પહેલા કલવર્ટ બનાવવા ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ કિશોરભાઈ દમણિયાએ કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
દમણવાડા ગ્રામ પંચાયતના ભામટી ગામ ખાતે આજે વિકાસ ઘટક અધિકારી શ્રી પ્રેમજીભાઈ મકવાણાની ઉપસ્‍થિતિમાં રાત્રિ ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વિકાસ ઘટક અધિકારી શ્રી પ્રેમજીભાઈમકવાણાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા / ગ્રામ પંચાયત સોલિડ વેસ્‍ટ(હેન્‍ડલિંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ-2021ના બાબતમાં સમજ આપી હતી અને જણાવ્‍યું હતું કે, અગામી 26મી જાન્‍યુઆરીથી આ કાયદો આપણા પ્રદેશમાં લાગુ પડવાનો હોવાથી અત્‍યારથી જાગૃતિ ફેલાવવા માટે રાત્રિ ચૌપાલનું આયોજન કરવામાં આવ્‍યું છે.
બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ ભામટી માહ્યાવંશી ફળિયાની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, ભામટી ગામ હંમેશા પ્રશાસનના નીતિ-નિયમોના પાલનમાં મોખરે રહે છે. તેમણે સુકો કચરા, ભીના કચરા અને જોખમી કચરાની વિગતો સમજાવી હતી.
આ પ્રસંગે ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયાએ વિકાસ ઘટક અધિકારી શ્રી પ્રેમજીભાઈ મકવાણાનું અભિવાદન કરતા જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસનના દરેક નીતિ-નિયમોના પાલનની બાબતમાં ભામટી ગામ હંમેશા તત્‍પર રહે છે. પરંતુ છેલ્લા પાંચ વરસથી વરસાદના સમયમાં અડધુ ભામટી ગામ પાણીમાં ડુબી જવાથી દર વર્ષે ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. આ બાબતે જિલ્લા કલેક્‍ટર, નાણાં સચિવ તથા પીડબલ્‍યુડીના એન્‍જિનિયરો પણ જાતે જોઈને અભ્‍યાસ કરી ગયા છે. ગ્રામ પંચાયત દ્વારા પણ અનેક વખત ગ્રામ સભામાં પણ ઠરાવો પસાર થયા છે. પરંતુ હજુ સુધી પાણીના નિકાલ માટેકલવર્ટ બની શક્‍યું નથી. તેથી વરસાદી પાણીના નિકાલ માટે વહેલી તકે કલવર્ટ બને એવી વ્‍યવસ્‍થા કરવા પણ આ ચૌપાલમાં ગ્રામવાસીઓ વતી રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ દરમિયાનગીરી કરી આશ્વાસન આપ્‍યું હતું કે, અગામી ચોમાસા પહેલા ભામટી માહ્યાવંશી ફળિયા ખાતે કલવર્ટ બનાવવા પોતાની તમામ શક્‍તિ કામે લગાવશે.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી તથા દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચાયતના સેક્‍ેટરી શ્રી નિખિલભાઈ મિટનાએ કર્યુ હતું. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલનભાઈ પટેલ, ભામટી પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ અને વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા, એકાઉન્‍ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમાર, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની મોટી દમણ શાખાના નિવૃત્ત ચીફ મેનેજર શ્રી ગણેશભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને સંદર્ભે ભીમપોરમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

Leave a Comment