Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: શ્રી રામ નવમી પાવન દિવસની ઉજવણી ઉપલક્ષમાં હોટલ પેપીલોનપરિવારે રક્‍તદાન જેવી માનવતા ભરી કામગીરી કરી રામ નવમીની ઉજવણી કરી હતી. મહા રક્‍તદાન કેમ્‍પમાં વહેલી સવારથી જ રક્‍તદાતાઓ રક્‍તદાન કરવા ઉમટી પડયા હતા.
ચૈત્ર સુદ-9 એટલે આ પવિત્ર દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પૃથ્‍વી ઉપરનો અવતાર દિવસ તેથી પ્રત્‍યેક વર્ષે આ દિવસે ભારત વર્ષમાં રામ નવમીની ખાસ ઉત્‍સાહથી ઉજવણી કરવામાં આવે છે. આ દિન નિમિત્તે વાપી હોટલ પેપીલોન પરિવાર, રોટરી ક્‍લબ ઓફ વાપી ઉદ્યોગનગર, લોહાણા યુવક મંડળ દ્વારા આજે 16મી વખત મહા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 500 યુનિટનો રક્‍તનો લક્ષ્યાંક રખાયો હતો. જેમાં રક્‍તદાતાઓમાં પોલીસ સ્‍ટાફ, મહિલાઓ, યુવાનોએ મોટી સંખ્‍યામાં રક્‍તદાન કરવા માટે ઉમટી પડયા હતા. કુલ 411 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું હતું. શિબિર અગાઉ ભુલાલક્ષ્મી પાર્ટી પ્‍લોટમાં બુધવારે સાંજે મહા આરતી અને મહા પ્રસાદનું પણ આયોજન પેપીલોન ગૃપ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે હોટલ પેપીલોનના માલિક નલીનભાઈ પાબારી, ડી.વાય.એસ.પી. બી.એન. દવે, ભાજપ શહેર પ્રમુખ સતિષ પટેલ, રોહીત સોમપુરા, રમણીક મામા સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. એકત્રિત રક્‍ત ન્‍યુકેમ અને લાયન્‍સ બ્‍લડ બેંકને આપવામાં આવશે.

Related posts

વાપીમાં ફરી હવા પ્રદૂષણ નિયંત્રણ બહાર: એર ક્‍વોલિટી (એક્‍યુઆઈ) 222 પહોંચ્‍યો

vartmanpravah

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

વાપી સ્‍ટેશન રોડ ઉપર બે યુવાનોની કાર ઉપર ઝાડ પડયુ : બન્નેનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્‍દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે

vartmanpravah

Leave a Comment