January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

  • બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ મહિલા શક્‍તિ કેન્‍દ્ર, સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા નવજાત બાળકીના કન્‍યા પૂજન કાર્યક્રમ અને બેબી કિટનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
દમણ જિલ્લાના કલેક્‍ટરના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત મહિલા શક્‍તિ કેન્‍દ્ર, સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા 11 ઓક્‍ટોબર, ર0ર1ના રોજ ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મહિલા શક્‍તિ કેન્‍દ્ર, સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા નવજાત બાળકીઓનો કન્‍યા પૂજન અને બેબી કિટ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમનો મુખ્‍ય ધ્‍યેય આપણા સમાજમાં દીકરા અને દીકરીઓની સંખ્‍યામાં સમાનતા લાવવાનો છે અને છોકરાઓ અને છોકરાઓ અને છોકરીઓના લિંગ ગુણોત્તર પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવાનો છે કે જેથી મહિલાઓ સામે ભેદભાવ અને જાતિ નિર્ધારણ કસોટી અટકાવી શકાય, સાથે સાથે છોકરીઓનું અસ્‍તિત્‍વ બચાવવા અને તેમની સલામતી નિヘતિ કરી શકાય.
‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવાનો મુખ્‍ય હેતુ શિક્ષણની સાથે સાથે અન્‍ય ક્ષેત્રોમાં દિકરીઓને આગળ વધારવી અનેતેમા તેમની ભાગીદારી સુનિヘતિ કરવાનો પણ મુખ્‍ય લક્ષ્ય છે. આ અવસરે મહિલા શક્‍તિ કેન્‍દ્રની ટીમ જિજ્ઞાશા વિંજુડા અને હીના કોન્‍ટ્રાક્‍ટર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના એંધાણઃ ભાજપ-શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે થનારૂં સમરાંગણ

vartmanpravah

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

વાપી છરવાડાના સડક ફળિયાની આદિવાસી દિકરી ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા ગ્રા.પં.ના ધક્કા ખાઈ રહી છે

vartmanpravah

યુઆઈએના પ્રમુખ નરેશ બંથીયાએ કુદરતી વહેણ અવરોધતા પાણી ભરાવાની સર્જાતી સમસ્‍યા તરફ સંબધિત વિભાગો અને જનપ્રતિનિધિઓનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

વલસાડમાં વીજ કંપનીએ નાનકડી ટ્રેલરની દુકાનને અધધ… 86 લાખનું બિલ પધરાવી દીધું

vartmanpravah

Leave a Comment