Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

યુ.કે.ના લેસ્‍ટરમાં પાકિસ્‍તાનીઓ દ્વારા દમણ-દીવ સહિત ભારતીય હિન્‍દુ સમુદાય ઉપર થઈ રહેલા હૂમલાના વિરોધમાં દમણ ખાતે યોજાયેલી વિશાળ મૌન રેલી

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પહોંચાડવા જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરાયેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: યુ.કે.ના લેસ્‍ટરમાં પાકિસ્‍તાનીઓ દ્વારા દમણ-દીવ સહિત ભારતીય મૂળના હિન્‍દુ સમુદાય ઉપર થઈ રહેલા હૂમલા અને અત્‍યાચારના વિરોધમાં આજે મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ મૌન રેલી યોજાઈ હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હિન્‍દુ રક્ષક શ્રી બાબુભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ખાસ કરીને યુ.કે.ના લેસ્‍ટરમાં જેના ઘરના આંગણામાં સાથિયો, ભગવાનના ફોટા, ભગવો ઝંડો કે હિન્‍દુ સનાતન ધર્મના જયઘોષ સાથેના દેખાતા પ્રતિકોવાળા ઘર અને વાહનોને પાકિસ્‍તાની સમર્થકો દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેમાં દમણ-દીવના પણ ઘણાં હિન્‍દુઓ ઈજાગ્રસ્‍ત પણ બન્‍યા હોવાની માહિતી આપી હતી.
શ્રી બાબુભાઈ પટેલે ચોંકાવનારી માહિતી આપતા જણાવ્‍યું હતું કે, દમણ-દીવના ભારતીય મૂળના કેટલાક વિધર્મીઓ દ્વારા પાકિસ્‍તાની સમર્થકો સાથે મળી દમણ-દીવના લોકો ઉપર હૂમલા કરાવવામાં આવીરહ્યા છે. જે બાબતને સંઘપ્રદેશ પ્રશાસને પણ ગંભીરતાથી લઈ આવા દેશદ્રોહી તત્ત્વો અને તેમના પરિવારને યોગ્‍ય રાહ બતાવવા ઉગ્ર માંગણી કરી હતી.
આજે યોજાયેલી મૌન રેલીમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ (દાદા), પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી બી.એમ.માછી, દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, ભાજપના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, શ્રી જતિન પટેલ, કાઉન્‍સિલર શ્રી અસ્‍પીભાઈ દમણિયા, પટલારા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રી મેહુલભાઈ પટેલ, વરકુંડના સરપંચ શ્રી કિરીટભાઈ મીટના, પરિયારી ગ્રામ પંચાયતના ઈન્‍ચાર્જ સરપંચ શ્રી સંતોષભાઈ હળપતિ, સહિત વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.
જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને આવેદનપત્ર આપી રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રવાના કરવા સુપ્રત કર્યું હતું.

Related posts

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી, દમણ અને દાનહના પાલ સમાજનો સેલવાસમાં યોજાયો હોળી સ્‍નેહમિલન સમારંભ

vartmanpravah

ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 55 ઈંચ અને સૌથી ઓછો પારડીમાં 45 ઈંચ

vartmanpravah

Leave a Comment