December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ બંદરે ચોક પર ઉભેલો પર્યટક દરિયામાં ખાબકયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ બંદર ચોક પર નશાની હાલતમાં ઉભેલો પર્યટક દરિયામાં ખાબક્‍યો હતો, રાત્રે આશરે આઠ કલાકની આસપાસ ખૂબજ નશાની હાલતમાં પર્યટક સુનિલ કુમાર ગૌતમ બંદર ચોક જેટી પર હતો ત્‍યાંથી તે અચાનક જ દરિયામાં પડી ગયેલ, જેને સ્‍થાનિક લોકો દ્વારા તાત્‍કાલિક 108 ને જાણ કરતા 108 ઘટના સ્‍થળે પહોંચીને તેને દીવ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા. જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરએ સારવાર આપી હતી, રીફર કર્યા હતા, નશાની હાલતમાં તેમણે તેમનું નામ સુનિલ કુમાર ગૌતમ, ઉંમર 31 વર્ષ તથા તે ઈલ્‍હાબાદના હોય તેવું જણાવ્‍યું હતું. પોલીસને પણ જાણ થતાં હોસ્‍પિટલ પહોંચી આવ્‍યા હતા, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દીવ વણાંકબારાની છોકરીને ડોળાસાનો મુસ્‍લિમ છોકરો ભગાડી જતા વણાંકબાર સંયુક્‍ત કોળી સમાજ દ્વારા દીવ એસ.પી.ને આવેદનપત્ર અપાયું

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

દમણ-દીવ-દાનહના પૂર્વ વિકાસ આયુક્‍ત ધર્મેન્‍દ્રની દિલ્‍હીના મુખ્‍ય સચિવતરીકે નિયુક્‍તિ

vartmanpravah

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

Leave a Comment