October 15, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

એક્‍સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં 198 જેટલા જમીન માલિકોને 250 કરોડ ઉપરાંત રૂપિયા મળ્‍યા!

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લામાં કેન્‍દ્ર સરકારના મહત્ત્વના બેપ્રોજેક્‍ટ થકી એક્‍સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં જે ખેડૂતોની જમીનો સરકાર દ્વારા સંપાદન થઈ છે તેવા ખેડૂતો માલામાલ કરોડપતિ બની ગયા છે. ખાસ કરીને વાપી નજીક આવેલ પરિયા ગામમાં આ દિવાળીએ લક્ષ્મીજીની ધનવર્ષા થઈ છે. ગામમાં એક્‍સપ્રેસ હાઈવે અને બુલેટ પ્રોજેક્‍ટમાં 198 જેટલા ખેડૂતોની જમીન સંપાદન થઈ છે તેવા ખેડૂતોને બન્ને પ્રોજેક્‍ટનું 250 ઉપરાંત કરોડનું વળતર મળ્‍યું છે. ગામ આખાની ધનવર્ષાથી રોનક ફરી ગઈ અને સમૃધ્‍ધ ગામ બની ચૂક્‍યુ છે.
વલસાડ-નવસારી જિલ્લાના ખેડૂતોની જમીન એક્‍સપ્રેસ હાઈવે એટલે કે વડોદરાથી મુંબઈને જોડતો પ્રોજેક્‍ટ પુરઝડપે આગળ વધી રહ્યો છે તેની સમાંતર બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ હાલમાં કાર્યરત છે. પ્રોજેક્‍ટોની જાહેરાત થતા જ ખેડૂતોએ જમીન સંપાદન અંગે ઘણી આનાકાની અને વિરોધ કર્યો હતો પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની સંપાદિત થયેલી જમીનો પેટે બજાર કિંમત કરતા બે થી પાંચ ઘણું વળતર આપવાનું શરૂ કરાતા એક પછી એક ખેડૂતોએ જમીન સંપાદનમાં સહકારી થતા ગયા. આજે તેનુ ઉત્તમ ઉદાહરણ વાપી નજીકનું પરીયા ગામ બની ચૂક્‍યું છે. પરીયા ગામની વસ્‍તી 7 હજાર છે તે પૈકી પ્રોજેક્‍ટોમાં 468425 ચોરસ મીટર જમીન સંપાદન થઈ છે. જેમની જમીન સંપાદન થઈ છે તેની દિવાળી સુધરી ગઈ છે અને ધનકુબેરો બની ગયા છે.કારણ કે પરીયા ગામમાં 250 ઉપરાંત કરોડનું જમીન માલિકોને વળતર મળ્‍યુ છે. ગામમાં 50 ઉપરાંત નવી નક્કોર મોંઘી કારો દોડતી થઈ ચૂકી છે.

Related posts

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

G20 અંતર્ગત બ્‍લોક રિસોર્સ સેન્‍ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

વાપીમાં રાજસ્‍થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા ગણગોર ઉત્‍સવ ઉજવાયો : નૃત્‍ય કરી ગૌર માતાની અર્ચના કરી

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment