Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સાયલી સ્‍થિત આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝમાં કોઈક કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના સાયલી ગામમાં રખોલી રોડ નજીક આવેલી આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્‍લાન્‍ટના પાછળના ભાગે ધુમાડો નીકળતા જોવા મળ્‍યો હતો અને જોતજોતામાં આગની જવાળાઓ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગના કારણે તમામ કર્મચારીઓ, કામદારોકંપનીની બહાર દોડી આવ્‍યા હતા અને ફાયર ઇક્‍વિપમેન્‍ટ દ્વારા આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રૌદ્ર રૂપ ધારણ કરેલ આગ કાબુમાં આવી નહોતો. ત્‍યારબાદ આવતા ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા સેલવાસ અને ખાનવેલની ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી અને એક-બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્‍યો હતો. આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

દીવ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

ચીખલી સિટી સરવે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં મહિનાઓ સુધી ફેરફાર નોંધ પાડવામાં નહી આવતા અરજદારોને ધક્‍કા ખાવાની નોબત

vartmanpravah

ખુંટેજથી રોહિણા સુધી દમણગંગા નહેર પર 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્‍યું બુલડોઝર

vartmanpravah

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

vartmanpravah

Leave a Comment