April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: વલસાડ જિલ્લામાં આગામી તા.02/03/2024 દરમિયાન હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદને કારણે ખેતરમાં કાપણીકરેલો પાક ખુલ્લા હોય તો તેને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવો અથવા પ્‍લાસ્‍ટિક/તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવું. હાલમાં પાકની વિશેષ કાળજી રાખવી જરૂરી છે. કઠોળ, શાકભાજી અને આંબાવાડીમાં રોગ-જીવાતનો ઉપદ્રવ હોય તો કળષિ નિષ્‍ણાંતની ભલામણ મુજબ દવાનો યોગ્‍ય છંટકાવ કરવો. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્‍થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્‍તારના ખેતીવાડી વિભાગ/કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અંભેટી/કળષિ સંશોધન કેન્‍દ્ર, પરિયાનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ફિલ્‍મી સ્‍ટાઈલે 18 કી.મી. પીછો કરી એલસીબીએ દારૂ ભરેલી ઓડી કાર કીકરલાથી ઝડપી

vartmanpravah

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

vartmanpravah

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-10 માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી

vartmanpravah

Leave a Comment