Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

નગરપાલિકાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ કર્મચારીઓ સાથે મિટિંગો કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: તારીખ 28-04-2023 ના રોજ પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા પારડી નગરપાલિકાની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં નગ2પાલિકાની સિવિક સેન્‍ટરની મુલાકાત લઈ જુદા જુદા વિભાગો સંભાળતા કર્મચા2ીઓ સાથે મિટિંગો દરમ્‍યાન સેનેટરી ઈન્‍સપેકટર સાથે રુબરુ ચર્ચા કરી એમને જરૂરી સૂચન કરાયું હતું કે ગામના લોકોને સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે જરૂરી પોત્‍સાહન આપવું અને ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી સમયસર તેમજ રોજબરોજ થઈ જવી જોઈએ. તેઓએ નગરપાલિકાની ચોખ્‍ખાઈ અને સાફ સફાઈ તથા પટ્ટાવાળાઓની પ્રશંસા કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ ઉધ્‍યાનની મુલાકાત દરમ્‍યાન ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી તળાવમાં બનાવવામાં આવેલ સુંદર બાગની જાળવણી કરવા માટે O and M માટે એજન્‍સી નિયુક્‍ત ક2વા માટે જણાવ્‍યુહતું. સાઈકલ ટ્રેકની સમીક્ષા કરતા જાણવ્‍યું કે એનાથી ગામના લોકોને આરોગ્‍ય પ્રત્‍યે જાગૃત કરવામાં મદદરૂપ થશે. આ કામગીરી પ્રશંસનિય છે. આ ઉપરાંત RCM ની ટીમ દ્વારા લાઈબ્રેરી અને આંગણવાડીની વિઝીટ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્‍યા હતા. એસ.ટી.પી. જગ્‍યાનું સ્‍થળ નિરિક્ષણ કરી હાલે સ2કા2 દ્વારા ચાલતી પી.એમ. સ્‍વનિધી યોજનાનો લક્ષ્યાંક પુરો કરવા માટે સમાજ સંગઠકને જરૂરી સુચન આપી ડી.પી. પ્‍લાન ની કામગીરી પૂર્ણ કરી નગરપાલિકાના વિકાસ માટે પ્રાદેશિક કમિ‘રે પ્રોત્‍સાહન પણ આપ્‍યું હતું.

Related posts

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

વાપી-ડુંગરાના ચિરંજીવ ઝાએ દાનહ-દમણ-દીવ કબડ્ડી એસો.ના બોગસ પ્રતિનિધિ બની દિલ્‍હી ખાતે એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં લીધેલો ભાગ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે 10 જેટલા ગુનેગારોને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કર્યા

vartmanpravah

Leave a Comment