July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ આજે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું હોવાની ઘટના પ્રકાશમાં આવીછે.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના ખારીવાડ ખાતે રહેતા સત્‍યમ શર્મા દુણેઠાની જવાહર નવોદય શાળામાં ધોરણ 12માં અભ્‍યાસ કરે છે, જેમણે આજે મંગળવારે શાળાના ઓરડામાં કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી હતી. ફાંસીએ લટકી રહેલા સત્‍યમ ઉપર શાળા પ્રશાસનના કર્મચારીઓની નજર પડતા તેઓએ દમણ પ્રશાસનના અધિકારીઓની મદદથી ફાંસી ઉપરથી ઉતારી હોસ્‍પિટલમાં લઈ ગયા હતા જ્‍યાં ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
ઘટનાની ખબર મળતાં દમણ પોલીસની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી અને લાશને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી લીધી હતી. વિદ્યાર્થીએ કયા કારણોસર આત્‍મહત્‍યા કરી તેનું કારણ જાણવા મળ્‍યું નથી. આગળની વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.

Related posts

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

કપરાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ અને ડેપ્‍યુટી સરપંચોઍ વિધિવત કાર્યભાર સંભાળ્‍યો

vartmanpravah

…તો દમણ અને દીવની મુક્‍તિની માત્ર યાદો જ બાકી રહેશે

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના નવનિયુક્‍ત સેક્રેટરી પર્યંત જાની અને જે.ઈ. હિરેન પટેલનું કરાયું અભિવાદન

vartmanpravah

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

Leave a Comment