April 24, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

લીમકા કુમારી રામચન્‍દ્ર પ્રજાપત રહે.કસ્‍ટમ રોડ, તા.21મી રાતે 8 વાગ્‍યાથી ગુમ થયેલ છે

(વર્તમાન પ્રવાર વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી કસ્‍ટમ રોડ ઉપર એક કોમ્‍પલેક્ષમાં રહેતી 23 વર્ષિય યુવતિ પરિવારની જાણ બહાર તા.21મી રાતે 8:00 કલાકે ક્‍યાંક ગુમ થઈ જતા માતાએ વાપી ટાઉન પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો પોલીસ સૂત્રો મુજબ વાપી સાનિધ્‍ય કોમ્‍પલેક્ષ બી-204માં રહેતા વિદ્યાદેવી રામચન્‍દ્ર પ્રજાપતએ વાપી ટાઉન પોલીસમાં પુત્રી લીમકા કુમારી રામચન્‍દ્ર પ્રજાપત તા.21 માર્ચે રાતે 8:00 કલાકે ઘરે કોઈને પણ જાણ કર્યા વગર ગુમ થયેલ હોવાથી વાપી ટાઉન પોલીસમાં માતાએ દિકરીની આમ તેમ સગા વ્‍હાલામાં તપાસ કરી, નહીં મળી આવતા જાણવા જોગ ફરીયાદપોલીસમાં લખાવી છે. લીમકા કુમારીના ડાભા હાથે પાંચાની જગ્‍યાએ ત્રણ સ્‍ટારના નિશાન છે તેમજ હિન્‍દી-મારવાડી, ગુજરાતી ભાષા જાણે છે. યુવતિ અંગે કોઈ માહિતી કે સગડ મળે તો ટાઉન પોલીસને જાણ કરવા એક અકબારી યાદી દ્વારા જણાવેલ છે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah

હિંગરાજ માતા નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દાભેલ ઈલેવન ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી ચલા કેવડી ફળિયાની કામલી ઈલેવન

vartmanpravah

દીવ ન.પા.ના 13 વોર્ડ માટેની ચૂંટણીનું બહાર પડેલું જાહેરનામું: 20મી જૂનના બપોરે 3 વાગ્‍યા સુધી દાખલ કરી શકાશે નામાંકન

vartmanpravah

વલસાડના સરદાર પટેલ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતા દમણના સરલ પ્રજાપતિએ જમ્‍મુકાશ્‍મીરની ટીમ સામે કરેલું ભવ્‍ય પ્રદર્શનઃ ગુજરાતનો 8 વિકેટથી વિજય

vartmanpravah

સ્‍વાધ્‍યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્‍સવ સાથે ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને મળેલી ગતિ

vartmanpravah

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

vartmanpravah

Leave a Comment