Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05: તા.05 સપ્‍ટેમ્‍બરનાં રોજ દીવ, કોલેજ, દીવમાં શિક્ષક દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આર્ટસ, સાઈન્‍સ અને કોમર્સ મળીને 41 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગલીધો હતો. આજના દિવસે બનેલા શિક્ષકોએ પૂર્ણ તૈયારી અને નિષ્‍ઠા સાથે અધ્‍યાપન કાર્ય કરાવ્‍યું હતું. તથા એક શિક્ષકની જવાબદારી શું હોય છે, તેનો પ્રત્‍યક્ષ અનુભવ કર્યો. સમગ્ર કાર્યક્રમમાં આજના દિવસે પ્રિન્‍સિપાલની ભૂમિકા ભજવનાર બારૈયા ક્ષેમલ, વાઈસ પ્રિન્‍સિપાલની ભૂમિકા ભજવનાર સોલંકી ચિંતન, અને સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન કરનાર બારૈયા દેવયાનીની મુખ્‍ય ભૂમિકા રહી હતી. કાર્યક્રમમાં શિક્ષકગણના સન્‍માનની સાથે કોલેજનાં નોન ટિચિંગ સ્‍ટાફ, સફાઈ કર્મી અને એમ.ટી.એસ. સ્‍ટાફના કાર્યની સરાહના કરતા તેમનું પણ વિદ્યાર્થીઓ દ્વારા હર્ષભેર સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે દીવ કોલેજના પ્રાચાર્ય શ્રી વિવેકકુમારનું પ્રોત્‍સાહન અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમ સંદર્ભે શૈક્ષણિક સમિતિનાં અધ્‍યક્ષ ડો.હર્ષદ ચૌહાણે ઉદ્દબોધન કરી વિદ્યાર્થીઓનાં કાર્યની પ્રશંસા કરી, એક આદર્શ શિક્ષકની ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્રણે શાખામાંથી એક એક વિદ્યાર્થીએ પોતાના આજનાં અનુભવ વિશે વાત કરી હતી. કાર્યક્રમનાં અંતે ડો.સુશીલા વાઘમશી દ્વારા આભાર દર્શન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા.કોકિલા ડાભીએ સફળતાપૂર્વક કર્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રા.ધરવ બારોટ, ડો.દિગ્‍વિજયસિંહ પરમાર,પ્રા.રીયા જોલાપરા, પ્રા.નિમેશ સિકોતરિયા અને પ્રા.આરતી પરમાર તેમજ સમગ્ર સ્‍ટાફનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related posts

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

ખેલ વિભાગ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય પ્રિ-સુબ્રતો ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દીવની નિર્મલા માતા સ્‍કૂલ અન્‍ડર 14 બોયઝ અને અન્‍ડર 17 બોયઝમાં ચેમ્‍પિયન

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment