December 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિઝન-1 દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના ગામ વાડી ગુંજવેરી ફળિયામાં સૌ પ્રથમ ગોંડ સમાજ યુવા સિજન-1 2023 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગોંડ સમાજના યુવાનોએ ખુબજ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. કપરાડા તાલુકાના ગોંડ સમાજના યુવાન ખિલાડીઓ તથા વડીલો આગેવાન અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. વિજ્‍ય ગોડ વાડી નવસીયા ગોડ વાડી ભગવાન ગોડ કરંજ્‍લી દ્વારા સમાજમાં યુવાનોને આગળ લાવવામાં માટે પ્રથમ ઐતિહાસિક મહત્‍વ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્‍ટમાં કેપ્‍ટન સુરેશભાઈ ગોંડ ગુનશા ટીમ વિજેતા બની હતી. જ્‍યારે બીજા નંબરે કનુભાઈ ગોંડ સેલવાસની ટીમ વિજેતા બની હતી.
ગોંડ સમાજમાં યુવાનો માટે જાગૃતિ લાવવા માટે અયોજન ભગવાન ગોંડ અને એમની ટીમ વિજયભાઈ ગોંડ, નવસીયાભાઈ ગોંડ, વિનોદભાઈ ગોંડ, ધર્માંભાઈ ગોંડ, મનુંભાઈ ગોંડ,શૈલેષભાઈ ગોંડ, ગણેશભાઈ ગોંડ, કનુભાઈ ગોંડ, ભગુભાઈ ગોંડ દ્વારા ખુબજ જહેમત ઉઠાવી સમગ્ર ટુર્નામેન્‍ટ સફળ બનાવી હતી.

Related posts

કપરાડા ચાવશાળામાં માજી સરપંચની પત્‍નીને સાવકા પુત્રએ દાતરડું મારી રહેંસી નાખી ક્રુર હત્‍યા કરી

vartmanpravah

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપીના સી.એ. વિરૂધ્‍ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાઈ

vartmanpravah

સેલવાસ મુલાકાતને વધાવવા દાનહની તિઘરા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ રંગોળી દ્વારા પ્રધાનમંત્રીની તસવીરનો આપેલો આકાર

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment