દીવ ન.પા.માં તમામે તમામ બેઠક જીતવા પાછળ ભાજપસરકાર દ્વારા કરાયેલા વિકાસ કામો અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રભારી વિજ્યા રહાટકર અને સંગઠન મંત્રી વિવેક દાઢકરના સંયુક્ત પ્રયાસનો ફાળો હોવાની પણ સાંસદશ્રીએ રાષ્ટ્રીય અધ્યક્ષને આપેલી માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી દિલ્હી, તા.04: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને દીવ નગરપાલિકામાં મળેલા ભવ્ય વિજયથી માહિતગાર કર્યા હતા.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દીવ નગરપાલિકાની 13 પૈકી 13 બેઠકો ઉપર ભાજપે મેળવેલા ઝળહળતા વિજય પાછળ પ્રદેશમાં થયેલા વિકાસ કામો અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકર અને સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર દ્વારા કરાયેલા સંયુક્ત પ્રયાસોનો પણ સિંહફાળો હોવાની માહિતી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાને આપી હતી.