સોમનાથ મંદિર નજીકથી ગત રાત્રિના 8.00 વાગ્યે મળેલી બાળકીનો કબ્જો લઈ પોલીસે ચાર કલાક આદરેલી શોધ બાદ કચીગામ ખાતેથી પોતાના પરિવાર સાથે કરાવેલું મિલન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15
દમણ પોલીસને ગઈકાલે રાત્રે 8.00 વાગ્યે સોમનાથ મંદિર પાસેથી ચાર વર્ષની બાળકી મળી હતી. પોલીસ ટીમે ચાર વર્ષની બાળકીને પોતાના માતા-પિતા સાથે મેળાપ કરાવવા ચાર કલાકની કરેલી સખત મહેનત બાદ સુરક્ષિત તેમના ઘરે માતા-પિતા સાથે મેળાપ કરાવવા સફળતા મેળવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પોતાના માતા-પિતાથી વિખુટી પડેલી ચાર વર્ષની બાળકીની જાણકારી ગત તા.14/04/2022ના રોજ રાત્રે 8.00 વાગ્યે પોલીસને થઈ હતી. પોલીસની ટીમે તાત્કાલિક ચાર વર્ષની બાળકીનો કબ્જો લઈસુરક્ષા પ્રદાન કરી હતી અને તેમના માતા-પિતા સાથે મેળાપ કરાવવા કવાયત શરૂ કરી હતી. છેવટે ચાર કલાકની સઘન શોધ બાદ કચીગામ વિસ્તારમાં બાળકીનું ઘર મળી ગયું હતું અને તેમના માતા-પિતા સાથે મેળાપ પણ કરાવ્યો હતો. ચાર વર્ષની બાળકીને તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં મહિલા પો.કો.બંટીની સાથે આઉટપોસ્ટ કલારિયાના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.