ટ્રેનને વલસાડમાં થોભાવી ગુનો નોંધી પોલીસે ભોગ બનનાર દેવેન્દ્ર પવારને સિવિલમાં સારવાર માટે ખસેડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં આજે મળસ્કે નવસારી સ્ટેશને યુવાન ઉપર 50 ઉપરાંતના ટોળાએ હુમલો કરી એન્જિનિયર યુવાને મુઢ માર માર્યો હતો. ટ્રેન વલસાડ આવી પહોંચતા 15 મિનિટ ટ્રેન થોભી હતી અને ભોગ બનનાર યુવાનને જી.આર.પી.એ. ગુનો નોંધીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
મહારાષ્ટ્રના નરાડાથી બોઈસર જવા માટે એન્જિનિયર દેવેન્દ્ર ઈશ્વરભાઈ પવાર ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં કોચ એસ.ઈ-146 માં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે નવસારી સ્ટેશને કોચમાં લાઈટ બંધ કરવાના મામલે બોલાચાલી થયેલી તેથી સામા પક્ષે નવસારી સ્ટેશને તેના મળતીયા 50 જેટલાને બોલાવી દીધેલા અને દેવેન્દ્ર ઉપર હુમલો કરી મુઢ માર માર્યો હતો. ટ્રેન વલસાડ સ્ટેશને થોભાવાઈ હતી. દેવેન્દ્રએ જી.આર.પી.માં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી ઘાયલ દેવેન્દ્રને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.ટ્રેનોમાં મુસાફરી દરમિયાન મારામારી કે દાદાગીરીનું વરવુ પરિણામ આજે ખાનવેલ એક્સપ્રેસ ટ્રેનમાં જોવા મળ્યું હતું. દેવેન્દ્રને બોઈસર જવું હતું તેથી ટ્રેન બદલવા વલસાડ સ્ટેશને ઉતરવાનું જ હતું.