December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તિઘરામાં લગ્ન ઘરે મરશિયા ગવાયા: લગ્ન મંડપની દોરી લેવા જનાર વરરાજાનું અકસ્‍માતમાં કરુણ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના તિઘરા સીમાર ફળિયા ખાતે રહેતા મનોજભાઈ સતિષભાઈ નાયકાના ઘરે ઘણા સમય બાદ લગ્ન પ્રસંગ હોય સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. આનંદથી લોકો લગ્ન ગીત ગાઈ ખુશી મનાવી રહ્યા હતા. એક દિવસ પછી ચાંલ્લાવિધિ અને આગામી પાંચ દિવસ બાદ જ 18મી તારીખે લગ્ન પ્રસંગ હોય વરયાત્રા લઈ ટુકવાડા ખાતે પરણવા જનાર વરરાજા મનોજના મનમાં લગ્નના લડડુ ફૂટી રહ્યા હતા. લગ્ન પ્રસંગને લઈ આજરોજ ઘરે લગ્નમંડપ બંધાઈ રહ્યો હતો અને લગ્ન મંડપ બાંધવાની દોરીની જરૂર પડતા વરરાજા મનોજ પોતે જ હોશે હોશે ઉદવાડા ખાતેથી દોરી લઈ પરત પોતાના ઘર તિઘરા આવી રહ્યા હતા. આ દરમિયાન ઓરવાડ રામદેવ હોટલની સામે, નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડથી વાપી જવાના રોડ પર અચાનક પાછળથી એક અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા મનોજના પ્રાણ સ્‍થળ પર જ છૂટી ગયા હતા અને જ્‍યાં લોકો આનંદથી ઝૂમી લગ્નના ગીતો ગાતા હતા ત્‍યાં મરશિયા ગાવાનો સમય આવ્‍યો હતો.અકસ્‍માત સ્‍થળે ભેગા થયેલા લોકોએ મનોજના મોબાઈલથી જ એમના કાકાના છોકરા રાહુલને આ અકસ્‍માત અંગે જાણ કરતા રાહુલ તથા સગા સંબંધીઓ સ્‍થળ પર આવી પહોંચ્‍યા હતા અને પારડી પોલીસમાં આ અકસ્‍માત અંગેની ફરિયાદ કરતા પારડી પોલીસે સ્‍થળ પર પહોંચી લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે ઉપયોગી અદ્યતન XDR GenXpert મશીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના હસ્તે લોકાર્પણ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

ક્‍વોરી એસોસિએશનની ગાંધીનગરમાં બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment