જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠા અને તાલુકા પંચાયત હિંમતનગર દ્વારા ગ્રામપંચાયતોને ઈ-રીક્ષા વિતરણ કરવામાં આવી : ધારાસભ્યએ લીલી ચંડી આપી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.19: સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત કચેરી હિંમતનગર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોને સ્વચ્છ રાખવાના હેતુ સાથે પાંચ જેટલી ઈલેક્ટ્રીક રીક્ષાઓ વિતરણ કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકાના કરણપુર, હાંસલપુર, પ્રેમપુર ગોરવાડા અને પુરાલ ગ્રામ પંચાયતની ઈલેક્ટ્રીક રીક્ષા ફાળવવામાં આવી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી ઝાલાની ઉપસ્થિતિમાં રીક્ષા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને ધારાસભ્યએ રીક્ષાઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમ,ખ હસમુખભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ દિલીપસિંહ મકવાણા તેમજ હિંમતનગર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પિયુષ કુમાર સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા.