(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મિશન શક્તિ 100 દિવસની વિશેષ એનરોલમેન્ટ ડ્રાઈવ અંતર્ગત 11માં સપ્તાહની ઉજવણી ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. જેમાં બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત નવજાત જન્મેલી દીકરીઓ માટે દીકરી વધામણાં કીટ વિતરણ કરવામાં આવી હતી. વ્હાલી દીકરીયોજના વિશે માહિતી આપવામાં આવી અને કીટ સાથે આપેલા ફ્રોમને કેવી રીતે ભરવું, કયાં ભરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર સમજાવામાં આવી હતી. આ કાર્યર્ક્મમાં ડો.મનીષભાઈ પટેલ (માસ્ટર ઑફ સર્જન, સ્ટેટ હોસ્પિટલ), ડૉ.હેમંતભાઈ પટેલ (સાંઈનાથ મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ- ધરમપુર), મનીષાબેન પટેલ, (ગાયનેક વિભાગ હેડ નર્સ, સ્ટેટ હોસ્પિટલ), જીજ્ઞેશ પટેલ (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર -ઝણ્ચ્ષ્) તેમજ અન્ય સ્ટાફ નર્સ બહેનો હાજર રહ્યા હતા.
