April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલોટી સહિત ચીખલી પંથકમાં ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિની કેક કાપી કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: અંજનિપુત્ર હનુમાનજીની જન્‍મજયંતિ ને પગલે વહેલી સવારથી જ ગામે ગામ હનુમાન દાદા મંદિરે ભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટી પડી હનુમાનજીને તેલ, સિંદૂર, કાળા તલ, આંકડાના ફૂલ વિગેરે ચઢાવી પૂજા-અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
ચીખલીના ઘેજ ગામે ખરેરા નદીના તટે આવેલા સ્‍વયંભુ પંચમુખી હનુમાન દાદાના પૌરાણીક મંદિરના જીણોધ્‍ધાર બાદ પ્રથમ પાટોત્‍સવ પણ હનુમાન જયંતિની ઉજવણી સાથઈ યોજાતા વહેલી સવારથી જ ભુદેવોના મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. દિવસભર ભક્‍તોની ભીડ જામી હતી. અને મહાપ્રસાદનો પણ અનેક ભક્‍તોએ લાહ્વો લીધો હતો. આ ઉપરાંત ઘેજ ગામના મોટા ડુંભરીયા તથા ચરી ગામના બારભૈયા ફળીયા સ્‍થિત હનુમાન દાદાના મંદિરે પણ હનુમાન ચાલીસાના પાઠ અને સત્‍યનારાયણ ભગવાનની કથા અને મહાપ્રસાદ યોજાયો હતો જ્‍યારે વલોટી ગામે પણ હનુમાન જયંતિની ભવ્‍ય ઉજવણી સાથે કેક કાપી મહાપ્રસાદ ભક્‍તોએ લીધો હતો. તાલુકાના રૂમલા ગામે હનુમાન દાદરા ફળીયા, બરડીપાડા કાળીયાપહાડ અને મંગળપાડામાં પણ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે હનુમાન જયતિની ભવ્‍ય ઉજવણી કરાઈહતી. કુકેરી ગામના હનુમાન ફળીયા સ્‍થિત પણ વહેલી સવારથી જ યજ્ઞ યોજાતા અનેક ભક્‍તોએ ભાગ લઈ આહુતિ આપી હતી. આ ઉપરાંત ખૂંધમાં સાતપીપળા સ્‍થિત સુતેલા હનુમાન દાદાના મંદિરે પણ ભક્‍તોની ભીડ જામી હતી. અને મહાપ્રસાદનો પણ અનેક ભક્‍તોએ લાહ્વો લીધો હતો. તાલુકાના ખાંભડા, તલાવચોરા, ચીખલી, સોલધરા, ફડવેલ સહિત ગામે ગામ હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના પાઠ, ભજન કીર્તન, યજ્ઞ, મહાપ્રસાદ સાથે હનુમાન જયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ હતી.

Related posts

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી કપરાડાના કુંભઘાટનું ધોવાણઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

ફડવેલમાં કદાવર દીપડો પાંજરે પુરાયો

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યોઃ મધુબન ડેમના છ દરવાજા અડધો મીટર ખોલાયા

vartmanpravah

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

vartmanpravah

આજે પારડી તાલુકાના ઓરવાડ સહિત 6 ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ફરશે

vartmanpravah

Leave a Comment