September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘુવડની તસ્‍કરીનો પર્દાફાશ કરતી પારડી રેન્‍જ ફોરેસ્‍ટ કચેરી: પારડી ચાર રસ્‍તાથી ઘુવડ વેચવા આવેલ ચાર પૈકી ત્રણ ઝડપાયા એક ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સિક્કાની બે બાજુઓ છે. વ્‍યક્‍તિ ચાંદ અને મંગળ પર પહોંચ્‍યો હોવા છતાં એક મોટો વર્ગ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી અનેક નિર્દોષ પ્રાણીઓનો બલી તરીકેઉપયોગ કરી અનેક તાંત્રિક વિધિમાં એમનો ઉપયોગ કરવામાં આવે છે. સાપ, કાચબો કે પછી ઘુવડ જેવા પક્ષીઓનો આવી તાંત્રિક વિધિમાં ખાસ ઉપયોગ કરવા માટે મોટી રકમના સોદાઓ પણ થતા હોય છે. ઘુવડ દેવી લક્ષ્મીજીનું સવારી મનાતું હોય અનેક તાંત્રિકો અંધશ્રદ્ધાના ભાગરૂપે તાંત્રિક વિધિમાં બલી ચડાવવા તેનો ઉપયોગ કરતા હોય છે.
બરોડાની ક્રૂરતા નિવારણ સંસ્‍થાએ પારડી વન વિભાગ અધિકારીઓને વિરલ ધર્મેશભાઈ પટેલ રહે.અંબાચ પટેલ ફળિયા તાલુકા પારડી, પ્રવીણ નગીનભાઈ નાયકા રહે.કવાલ ખાડા કુવા ફળિયા, રેખા જીતેશભાઈ પટેલ રહે.જૂનું પટેલ ફળિયા ડોલવણ, જીતેશ મણીલાલ પટેલનાઓ આવું જ એક ઘુવડ વેચવાના હોવાની બાતમી પારડી વન વિભાગ અધિકારીઓને આપતા નાયબ વન સંરક્ષકશ્રી યાદુ ભારદ્રાજના માર્ગદશન હેઠળ મદદનીશ વન સંરક્ષક વલસાડ જે.જે.ભટ્ટ, શ્રી ડી.ટી.કોંકણી રેંજ ફોરેસ્‍ટ ઓફિસર પારડી, તેમજ એ.ટી.ટંડેલ રેંજ ફોરેસ્‍ટ ઓફિસર ઉમરગામ તેમજ પારડી તથા ઉંમરગામ રેંજનો સ્‍ટાફ સાથે રાખી વન્‍યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વન ગુનામાં સંડોવાયેલાઓને ઝડપવા એક સ્‍ટિંગ ઓપરેશન ગોઠવી ડમી ગ્રાહક બની પારડી ચાર રસ્‍તા નજીક બોલાવતા સૌ પ્રથમ વિરલ ધર્મેશભાઈ પટેલ ચાર રસ્‍તા ખાતે આવ્‍યા બાદ તપાસ દરમિયાન વિશ્વાસઆવતા પ્રવીણ, તથા રેખા અને જીતેશને ઈશારાથી બોલાવતા જીતેશ અને રેખા બંને પતિ-પત્‍ની પોતાની સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ નબર જીજે 15 એમ 5599 પર સવાર થઈ વાસની ટોકરીમાં ઘુવડને લઈ આવી પહોંચતા પારડી રેન્‍જ ફોરેસ્‍ટ કચેરી તથા વોચમાં રહેલ તમામ અધિકારીઓએ આ ઘુવડ વેચવા આવેલ ત્રણને ઝડપી લીધા હતા. જ્‍યારે જીતેશ ભાગી છુટતા તેને વોન્‍ટેડ જાહેર કરાયો હતો. અને પકડાયેલ ત્રણેયને પારડી કોર્ટમાં લઈ જવાયા હતા.

Related posts

વાપી કેબીએસ કોલેજની છ વિદ્યાર્થીની ઓલ ઈન્‍ડિયા ફૂટબોલ યુનિ. ચેમ્‍પિયનશિપમાં પસંદગી

vartmanpravah

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

vartmanpravah

વાંસદા તાલુકામાં સૌથી વધુ ૧૮૪ મી.મી વરસાદ નોંધાયો : કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા

vartmanpravah

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, ઇનોવેશન હબ ખાતે ત્રિ દિવસીય ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક મણિલાલભાઈ પટેલ સેવા નિવૃત્તઃ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રયાસરત રહ્યા

vartmanpravah

Leave a Comment