March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

કોલકત્તાના કૃષ્‍ણપુર જિલ્લાના કેસ્‍તોપુર ગામ ખાતેથી દમણ પોલીસની સાઈબર ટીમે સાઈબર ક્રાઈમના ચાર આરોપીઓની કરેલી ધરપકડ : 14 મોબાઈલ ફોન, એક લેપટોપ અને 36 સક્રિય સિમકાર્ડ બરામદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
દમણ સાઈબર પોલીસ ટીમને ઝારખંડનાસાઈબર અપરાધી ગેંગ(ચાર અપરાધી)ઓનો પર્દાફાશ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ ગેંગ કોલકત્તા, પヘમિ બંગાળથી સંચાલિત થઈ દેશભરમાં નિર્દોષ નાગરિકો સાથે સાઈબર છેતરપીંડી કરતા હતા.
નાની દમણ પોલીસ મથકમાં તા. રર/03/202રના રોજ એક ફરીયાદીએ ફરીયાદ નોંધાવતા જણાવ્‍યું હતું કે તા.15/03/2022રના તેમણે ગુગલ ઉપર પર પોતાનો સિબિલ સ્‍કોર શોધ્‍યો હતો. ત્‍યારબાદ એક અજ્ઞાત વ્‍યકિતનો ફોન આવ્‍યો હતો અને કોલ ઉપર હાજર વ્‍યક્‍તિએ ફરીયાદીને જણાવ્‍યું હતું કે તે તેમને તેમનો સિબિલ સ્‍કોર શોધવામાં મદદ કરશે. આ ઉપરાંત અજ્ઞાત વ્‍યક્‍તિએ તેને એક એપ્‍લીકેશન (એની ડેસ્‍ક) ડાઉનલોડ કરવા માટે જણાવ્‍યું હતું ત્‍યારબાદ ફરીયાદીએ ઉપરોક્‍ત એપ્‍લીકેશનને પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી હતી.ત્‍યારબાદ ફરીયાદીએને અચાનક તેમના મોબાઈલ ઉપર રકમ ડેબીટ થયાનો મેસેજ આવવા લાગ્‍યો હતો. જ્‍યારે તેમણે બેંકમાં ઉપરોકત મેસેજને લગતા લેવડદેવડ અંગે પૂછપરછ કરી તો બેંકના મેનેજમેન્‍ટમાંથી જવાબ મળ્‍યો હતો કે તમે ફિલપકાર્ટ અને ફ્રિ-રીચાર્જ પર કઈક લેવડ-દેવડ કરી છે. ફરીયાદીને આ બાબત અંગેની જાણ પણ થઈ ન હતી અને તેમના ખાતામાંથી રૂા.3,68, 415 રૂા. ડેબીટ થઈ ગયા હતા. જેના અનુસંધાનમા઼ નાની દમણ પોલીસ મથકમાં એફઆઈઆર નં.23/2022ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
બેંક ખાતામાંથી ગેરકાયદે રીતે થયેલી લેવડદેવડની ફરીયાદ મળતા દમણ પોલીસની સાઈબર ટીમે ફિલપકાર્ટ ઉપર રૂા. 1,ર9,900ની છેતરપિંડીની ઓળખ કરી તાત્‍કાલિક કાર્યવાહી કરી ફરીયાદકર્તાના ખાતામાં ગેરકાયદે રીતે થયેલી લેવડ-દેવડના રૂપિયા ટ્રાન્‍સફર કરાવ્‍યા હતા.
સાઈબરની ટીમે ફિલપકાર્ડના વિવરણનું વિશ્‍લેષણ કરી અને બે અલગ-અલગ રાજ્‍યો ઝારખંડ અને પヘમિ બંગાલમાં આરોપી વ્‍યકિતઓની સ્‍થળોની ઓળખ કરી લગભગ 270 કિમીની દૂર જેમાં કોઈ સ્‍થિર સ્‍થળ નથી સાઈબર ટીમ કોલકતા પહોંચી અને 600 મીટર (અપરાધીઓના હોટસ્‍પોટ)ના વિસ્‍તારમાં ફેલાયેલી લગભગ પ0 ઊંચી ઈમારતો વચ્‍ચે એક ટેકનીકલી તપાસ અભિયાન કરી ચાર આરોપીઓ (1) સેમરૂલ અંસારી-ઉ.વ. 24, ગામ આશના, જિલ્લો દેવગઢ, ઝારખંડ (ર) સમીમ અંસારી ઉ.વ.26, ગામ પોલોજોરી, જિલ્લો દેવગઢ, ઝારખંડ.(3) મોહમદ જિયોલ, અંસારી ઉ.વ.22 વર્ષ, ગામ પોલોજોરી, જિલ્લો દેવગઢ, ઝારખંડ (4) મોહમંદ મહતાવ અંસારી ઉ.વ.22 વર્ષ ગામ પોલોજોરી , જિલ્લો દેવગઢ, ઝારખંડની ધરપકડ કરી, 14 મોબાઈલ ફોન, 01 લેપટોપ, 36 સક્રિય સિમ કાર્ડ (વિવિધ સાઈબર અપરાધોમાં વપરાયેલ) કબ્‍જે કર્યા હતા.
અત્રેધ્‍યાન રહે કે, આ ગેંગ વિવિધ કંપનીઓ( લોનના ઉદ્દેશ્‍યથી સીબીલ સ્‍કોર) અને બેંકો (ગ્રાહક સેવા)ના ગ્રાહક સેવાના રૂપે ગુગલ સર્ચ ઉપર છેતરપિંડીના નંબર અપલોડ કરી, વિવિધ આકર્ષક પ્રસ્‍તાવો મુકવા જેવા કે રોકડ ઈનામ, લોટરી વગેરેના માધ્‍યમથી લોકોને પ્રલોભન આપી લોકોને મિરરીંગ એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવવી જેવી કે એનીડેસ્‍ક એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી લોકોના મોબાઈલ સુધી પહોંચી લોકો સાથે છેતરપીંડી કરતા હતા.

Related posts

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

વલસાડ હાઈવે ડુંગરી બામ ખાડીમાં સુરતના પરિવારની કાર ખાબકી : રાત્રે બનેલી ઘટનાથી દોડધામ

vartmanpravah

દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા યુદ્ધગ્રસ્‍ત યુક્રેનમાં ફસાયેલ હોય તેવા વિદ્યાર્થીઓને સંપર્ક માટે અપીલ કરાઈ

vartmanpravah

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment