January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીમાં ફંડ મેળવવા માટે બોગસ સખી મંડળ ઉભુ કરી 6.30 લાખના ફંડની ઉચાપત કરનારા ત્રણના આગોતરા જામીન કોર્ટે ફગાવ્‍યા

જય અંબે સખી મંડળ નામનું બોગસ સંસ્‍થા બનાવી પ્રમુખ-મંત્રી બનાવાય હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી જુદા જુદી સખી મંડળોને 30 હજારનું રિવોલીંગ ફંડ આપે છે. આ ફંડમેળવવા એજન્‍સીના હંગામી કર્મચારીઓના મેળાપીપણામાં રૂા.6.30 લાખના ફંડની ઉચાપત કરનારા ત્રણ વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેથી જેલમાં ના જવુ પડે તે માટે આગોતરા જામીનની અરજી વલસાડ સેસન્‍સ કોર્ટમાં કરાઈ હતી. જેની સુનાવણી હાથ ધરાતા નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.
વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા સખી મંડળને આપવામાં આવતા 30 હજારના રિવોલીંગ ફંડની ઉચાપત કરવા માટે ગ્રામ વિકાસ એજન્‍સીમાં હંગામી ધોરણે ફરજ બજાવતા ભૂમિકા જગદીશ પટેલ, ટેલી ઓપરેટર, મેનેજર સંતોષ દિના કરણ અને આયુષી મુકેશ પટેલએ જય અંબે સખી મંડળ નામનું બોગસ સખી મંડળ ઉભુ કરી ખોટા-ખરા પ્રમુખ/મંત્રી બનાવી ગ્રામ વિકાસ એજન્‍સીમાં રૂા.6.30 લાખની ઉચાપત કરી હતી. પોલીસ ફરિયાદ બાદ ધરપકડથી બચવા ત્રણેય આરોપીઓ સેસન્‍સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી જજશ્રી પ્રકાશ પટેલએ ત્રણેય આરોપીની આગોતરા જમીનની અરજી ફગાવી દીધી હતી.

Related posts

કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરનું પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દિપેશભાઈ ટંડેલનાનેતૃત્‍વમાં દમણ પ્રદેશ કાર્યાલય ખાતે ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટણીનું કાઉન્‍ટડાઉન શરૂ : પદો માટે લોબીંગ શરૂ

vartmanpravah

રખોલી પોલીસે રીક્ષા ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

vartmanpravah

વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડના રોલા ગામના નિવૃત્ત શિક્ષકે રાષ્‍ટ્રીય માસ્‍ટર એથ્‍લેટિકમાં સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah

Leave a Comment