November 16, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

દમણમાં વસવાટ કરતા વિવિધ પ્રદેશોના લોકો પોતાના પરિધાનમાં આવ્‍યા હતા, સ્‍થાનિક લોકોએ પોતાના પારંપારિક પોશાકની સાથે ઢોલ, નગારા, મંજીરા, લેઝીમના તાલ સાથે સમગ્ર વાતાવરણ આનંદમય અને ભારતમય બની ગયું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ અને દિશા-નિર્દેશ હેઠળ આજે દમણ અને સેલવાસમાં અલગ અલગ વિવિધતામાં એકતાના ભાવ પેદા કરતા ‘ઈન્‍ડિયા ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દમણ ખાતે લગભગ 15 હજાર કરતા વધુ લોકોએ ભાગ લીધો હતો.
આજે સાંજે મોટી દમણના જમ્‍પોર બીચ ખાતે એક ઉત્‍સવનું વાતાવરણ ઉભું થયું હતું. દમણમાં વસવાટ કરતા વિવિધ પ્રદેશોના લોકો પોતાના પરિધાનમાં આવ્‍યા હતા. સ્‍થાનિક લોકોએ પોતાના પારંપારિક પોશાકની સાથે ઢોલ, નગારા, મંજીરા, લેઝીમના તાલ સાથે સમગ્ર વાતાવરણ આનંદમય અને ભારતમય બની ગયું હતું.
જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, એસ.પી. શ્રી અમિત શર્મા, એસડીપીઓ શ્રી મણી ભૂષણ સિંઘ, મામલતદાર શ્રી સાગર ઠક્કર, બીડીઓ શ્રી પ્રેમજીભાઈમકવાણા સહિત અધિકારીઓ ખડેપગે તૈનાત રહ્યા હતા.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, ડીઆઈએ અધ્‍યક્ષ શ્રી પવન અગ્રવાલ સહિત જિલ્લા પંચાયતના સભ્‍યો, ગ્રામ પંચાયતના સરપંચો તેમજ આમ નાગરિકો તથા શ્રમિકોની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ રહી હતી.
‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્‌’ના નારાઓ પણ ગુંજી ઉઠયા હતા. દમણમાં રહેતા પરપ્રાંતના લોકોએ પોતાની પારંપારિક સંસ્‍કૃતિની ઝલક પણ બતાવી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સોપાની માતા મંડળ દ્વારા ઘેરૈયા નૃત્‍ય પ્રસ્‍તુત કરાયું હતું.
‘એક ભારત શ્રેષ્‍ઠ ભારત’ના નારાને પણ બુલંદ કરાયો હતો. મોટી દમણ લાઈટ હાઉસ ખાતે રેલી કમ કાર્નિવલના સમાપન પહેલાં ફાયર બ્રિગેડ દ્વારા ત્રિ કલર પાણીના ફૂવારા છોડાયા હતા. કોસ્‍ટગાર્ડના હેલિકોપ્‍ટર દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્‍યો હતો અને રાષ્‍ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

Related posts

સંઘપ્રદેશમાં શિક્ષણ આરોગ્‍ય પ્રવાસનથી લઈ વિવિધ ક્ષેત્રે થયેલા બેનમૂન વિકાસથી દિગ્‍મૂઢ બનેલા ભાજપના ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ

vartmanpravah

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

વાપી મેઈન બજાર સ્‍થિત ઈબ્રાહિમ માર્કેટમાં સાતિર તસ્‍કરે પાંચ દુકાનના તાળા તોડયા

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

Leave a Comment