October 14, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે ભીમપોરથી દમણ જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવનો થનારો આરંભ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ગ્રામ્‍ય સ્‍તરે ક્રિકેટ, વોલીબોલ, દોડ તથા ટગ ઓફ વોરની રમાનારી રમત

  • દમણ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં પોતાના વોર્ડ-ફળિયાની ટીમો વચ્‍ચે થનારી સ્‍પર્ધા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
આવતી કાલે ભીમપોર હાઈસ્‍કૂલના ગ્રાઉન્‍ડ ખાતે સવારે 10.00 વાગ્‍યે જિલ્લા ખેલ મહોત્‍સવનો આરંભ થઈ રહ્યો છે. જેમાં દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો સહભાગી બની રહી છે. ક્રિકેટ અને વોલીબોલ તથા દોડની સ્‍પર્ધા પોત-પોતાની પંચાયતના સ્‍તરે રમાડવામાં આવશે. જિલ્લા પંચાયત દ્વારા જરૂરી સંસાધનની સગવડ ખેલાડીઓ માટે કરવામાં આવેલ હોવાની પણ જાણકારી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લામાં પહેલી વખત ગ્રામીણ ખેલ મહોત્‍સવનો આરંભ થઈ રહ્યો છે. જેમાં ક્રિકેટ, વોલીબોલ, દોડ અને ટગ ઓફ વોર જેવી રમતોનો સમાવેશ કરાયો છે.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે ગ્રામીણ ખેલ મહોત્‍સવને સાકાર કરવા પોતાની તમામ શક્‍તિકામે લગાવી હતી. જેના ફળ સ્‍વરૂપ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, ખેલ સચિવ શ્રીમતી અંકિતા આનંદ તથા દમણના સ્‍પોર્ટ્‍સ વિભાગે સંકલન કરી દમણ જિલ્લાની ગ્રામ પંચાયતોને ખેલ મહોત્‍સવ માટે પ્રેરિત કરી હતી.
આવતી કાલે મહિલાઓ માટે ટગ ઓફ વોરની રમતથી કાર્યક્રમનો શુભારંભ કરાશે. દમણ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાંથી ક્રિકેટ અને વોલીબોલની ટીમ પણ ઉપસ્‍થિત રહેશે.

Related posts

સેલવાસ પાલિકા દ્વારા પ્રિમોન્‍સુનકામગીરી માટે ખાસ રોબોટનો ઉપયોગ કરાયો: દેશની યુટીઓમા પહેલું રોબોટ મશીન દાનહ પ્રશાસનને મળ્‍યું

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે પી.એમ. સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કરાશે

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment