January 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

ભાજપ સંગઠનના ખાનવેલ જિલ્લાના માંદોની, સિંદોની, રૂદાના, ખાનવેલ, આંબોલી, દપાડા, ખેરડી અને કૌંચા મંડળથી સેંકડો યુવાનો અને મહિલાઓએ યુવા નેતા સનીભીમરાના સક્રિય પ્રયાસોથી બાંધેલી ભાજપની કંઠીઃ દાનહમાં ઝડપથી બદલાઈ રહેલા રાજકીય સમીકરણો

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સખત મહેનતના પરિણામે છેવાડેના આદિવાસી પરિવારની પહેલી પેઢીના સંતાનોને ડોક્‍ટર, એન્‍જિનિયર, નર્સ કે વકીલ બનવાની તક મળતાં આદિવાસીઓમાં મોદી સરકાર પ્રત્‍યે પ્રગટ થઈ રહેલા અહોભાવનું પડી રહેલું પ્રતિબિંબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રભારી પૂર્ણેશભાઈ મોદીની પ્રેરક ઉપસ્‍થિતિ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના શ્રેષ્‍ઠ નેતૃત્‍વ અને ‘વિકસિત ભારત’ના સ્‍વપ્‍નને સાકાર કરવાના સંકલ્‍પ સાથે આજે દાદરા નગર હવેલીના માંદોની, સિંદોની, રૂદાના, ખાનવેલ, આંબોલી, દપાડા, ખેરડી અને કૌંચા મંડળના સેંકડો યુવાનો અને મહિલાઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. આ તમામ લોકોને ભાજપમાં પ્રવેશ કરાવવા માટે પ્રદેશના યુવા નેતા અને પ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સની ભીમરાની ખુબ જ મહત્‍વની ભૂમિકા રહી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપ સંગઠનના ખાનવેલ જિલ્લાના માંદોની, સિંદોની, રૂદાના, ખાનવેલ, આંબોલી, દપાડા, ખેરડી અને કૌંચા મંડળથી સેંકડો યુવાનો અને મહિલાઓએ વિધિવત રીતે આજેકરેલા પ્રવેશથી પ્રદેશમાં થયેલા વિકાસ કામો ઉપર પણ મહોર લાગી હતી.
દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસીઓ આઝાદીના 70 વર્ષ સુધી મોટાભાગની બુનિયાદી સુવિધાઓથી વંચિત રહ્યા હતા. જેમાં 2014માં મોદી સરકારના આગમન અને 2017ના પ્રારંભથી સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે સંભાળેલા અખત્‍યાર બાદ દાદરા નગર હવેલીમાં ગુંડાગીરી અને હપ્તાખોરીમાં આવેલા અંકુશથી મોટાભાગના આદિવાસી સમુદાયને પોતાના વિકાસની તક મળી છે. છેવાડેના આદિવાસી પરિવારની પહેલી પેઢીના સંતાનો ડોક્‍ટર, એન્‍જિનિયર, નર્સ કે વકીલ બની રહ્યા છે. જેના કારણે પ્રદેશના લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે ખુબ જ અહોભાવ પ્રગટ કરી રહ્યા છે.

Related posts

ઘેજ ગામની સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

vartmanpravah

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર સલોની રાયનાં માર્ગદર્શનમાં દીવમાં ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ની ઉજવણી હેઠળ આંગણવાડી કાર્યકતા બહેનોને ‘ઉપરી આહાર’ અંગે તાલીમ અપાઈ

vartmanpravah

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા ગુરૂજનોનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment