April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

દાનહના ઈતિહાસમાં પહેલી વખત સંપૂર્ણ જનભાગીદારીથી આદિવાસી સમુદાયના પરંપરાગત વાદ્ય તારપાને કેન્‍દ્ર સ્‍થાને રાખી યોજાનારો મહોત્‍સવઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની પણ રહેનારી ભરમાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાનહ આદિવાસી સમાજના સ્‍થાનિક યુવાઓએ તારપા મહોત્‍સવ -2023નો ઉત્‍સવ 21મેને રવિવારના દિને ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડ પર ઉજવવામાં આવનાર છે. જેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ તારપા મહોત્‍સવ-2023નાઆયોજકો આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ, આદિવાસી યુવા સમિતિ, ટ્રિબ્‍યૂટ ટ્રાયબલ ગ્રુપ અને સંકલ્‍પ ફાઉન્‍ડેશન તથા સ્‍થાનિક સમસ્‍ત આદિવાસી સમાજનાં સંયુક્‍ત સહયોગથી સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે. જેમા સ્‍થાનિક આદિવાસી સમાજની પારંપારિક સંસ્‍કળતિનાં નૃત્‍ય, ગીતો તથા સ્‍ટેજ પરફોર્મન્‍સ દ્વારા વિવિધ આદિવાસી રંગારંગ કાર્યક્રમોનું આયોજન થશે. આ તારપા મહોત્‍સવ દરમ્‍યાન વિવિધ સ્‍ટોલનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં હસ્‍તકળા દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વસ્‍તુઓનું પણ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજકો શ્રી જયેશભાઈ પાગી, શ્રી બ્રિજેશભાઈ ભુસારા, શ્રી હિરેનભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી જયેશભાઈ જાધવ, શ્રી સુરેશભાઈ પવાર, શ્રી અજયભાઈ ગાવિત, શ્રી શંકરભાઈ ધાંગડા, શ્રી દેવુભાઈ ભોયા, શ્રી દેવજીભાઈ ભોયા, શ્રી દિપકભાઈ ખૂલાત, શ્રી કલ્‍પેશભાઈ ચૌધરી, શ્રી દિલિપભાઈ દળવી, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી નિતિનભાઈ રાઉત, શ્રી શૈલેષભાઈ વરઠા, શ્રી રિતેશ પટેલ, શ્રી રંજીતભાઈ ગરુડા વગેરે આદિવાસી સમાજનાં શિક્ષિત અને જાગૃત યુવાઓએ બીડું ઉપાડયું છે.

Related posts

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

‘‘મેં આઈ હેલ્‍પ યુ” ના સૂત્રને સાર્થક કરતી પોલીસ: અકસ્‍માત થયેલ સિનિયર સિટીઝનનું કારનું ટાયર જાતે બદલી આપતી વલસાડ ટ્રાફિક પોલીસ

vartmanpravah

આજે દાનહ ભાજપ મહિલા મોર્ચા દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાશે

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment