Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના ચોક્કસ પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘ખેલા’ સામે 11 જિ.પં. સભ્‍યોએ ખેંચેલી સીધી લાઈન

ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા ભગુભાઈ પટેલ, દામજીભાઈ કુરાડા તથા જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર ચૂંટાયેલા અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં સંગઠન ઉપર સીધી પકડ ધરાવતા વિપુલભાઈ ભુસારા પૈકી કોઈ એકને પ્રમુખ બનાવવા 11 જિ.પં. સભ્‍યોએ ભાજપ હાઈકમાન્‍ડને કરેલી રજૂઆત

ઉપપ્રમુખ પદે દાદરાના વૈશાલીબેન પટેલ તથા નરોલીના વંદનાબેન પટેલ પૈકી કોઈ એક ઉપર પોતાનો કળશ ઢોળવા પણ 11 સભ્‍યોએ બતાવેલી પોતાની મરજી

જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર ચૂંટાયેલા વંદનાબેન પટેલે સાંસદ મોહનભાઈ ડેલકર જીવિત હતા તે સમયે પ્રદેશના સર્વાંગી વિકાસના સમર્થનમાં ભાજપને ટેકો આપવાની કરી હતી જાહેરાત જ્‍યારે દાદરાના વૈશાલીબેન પટેલના સસરા નવિનભાઈ પટેલ મોહનભાઈ ડેલકરના એક સૈનિક હોવા છતાં તેમણે 2009માં ભાજપના તત્‍કાલિન સાંસદ નટુભાઈ પટેલના વિજય માટે ભજવી હતી મોટી ભૂમિકા

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં ભાજપના કેટલાક પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘‘ખેલા” સામે 11 જિલ્લા પંચાયતના સભ્‍યોએ પોતાની સીધીલાઈન ખેંચી બતાવી છે અને 11 જિલ્લા પંચાયતના સભ્‍યોએ એક મતે પોતાની પસંદગીના પ્રમુખ અને ઉપપ્રમુખને ટેકો જાહેર કરવાની જાહેરાતનો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત સંગઠન મહામંત્રી અને ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીમાં ભાજપનું સંગઠન નબળું હોવા છતાં જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદે ઔદ્યોગિક ગૃહો સાથે સંબંધ અને સંપર્ક ધરાવતા જિલ્લા પંચાયતના સભ્‍યોને પસંદગીમાં પ્રાથમિકતા આપવાનું વલણ જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપના ચોક્કસ હોદ્દેદારોએ રાખતા છેવટે ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા શ્રી ભગુભાઈ જી. પટેલ અને શ્રી દામજીભાઈ જાનીયાભાઈ કુરાડા તથા જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર ચૂંટાયેલા પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારના સંગઠનમાં માહિર એવા શ્રી વિપુલભાઈ કે. ભુસારાની પ્રમુખ તરીકે નિયુક્‍તિ કરવા જિલ્લા પંચાયતના 11 સભ્‍યોએ લેખિતમાં સંગઠન મહામંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત ભાજપ હાઈકમાન્‍ડને જાણ કરી છે.
આ પત્રમાં 11 સભ્‍યોએ ઉપપ્રમુખ તરીકે દાદરાના શ્રીમતી વૈશાલીબેન એ. પટેલ અને નરોલીના શ્રીમતી વંદનાબેન એચ. પટેલની નિયુક્‍તિ ઉપર પણ પોતાની મહોર મારી છે.
અત્રે નોંધનીય છે કે, સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકર જીવિત હતા તે સમયે નરોલીના જિ.પં. સભ્‍ય શ્રીમતી વંદનાબેન એચ. પટેલે પ્રદેશનાવિકાસ માટે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. જ્‍યારે દાદરાના શ્રીમતી વૈશાલીબેન આઈશીંગ પટેલના સસરા શ્રી નવિનભાઈ પટેલ તત્‍કાલિન સાંસદના એક સૈનિક હોવા છતાં પહેલા ભાજપના પણ એક મોટા સમર્થક અને લડાયક નેતા રહી ચૂક્‍યા છે. પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલને વિજેતા બનાવવામાં 2009માં તેમની ખૂબ જ મહત્‍વની ભૂમિકા રહી હતી. પરંતુ દાદરા વિસ્‍તારમાં ઔદ્યોગિક ગતિવિધી મોટા પ્રમાણમાં હોવાથી આરોપ-પ્રત્‍યારોપ થતાં રહે છે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના 11 સભ્‍યોના જૂથમાં સામરવરણીના ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા શ્રી ભગુભાઈ જી. પટેલ, સિંદોનીના જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર ચૂંટાયેલા પરંતુ હાલમાં ભાજપને સમર્થન આપી રહેલા શ્રી વિપુલભાઈ કે. ભુસારા, ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા સુરંગીના શ્રી દામજીભાઈ જાનીયાભાઈ કુરાડા, ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા ખેરડીના શ્રી કુરકુટે કાકડ તથા જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર ચૂંટાયેલા પરંતુ ભાજપને સમર્થન આપનારા દાદરાના શ્રીમતી વૈશાલીબેન એ. પટેલ, નરોલીના શ્રીમતી વંદનાબેન એચ. પટેલ, કૌંચાના શ્રી વિજય સોનજી ટેમરે, ખરડપાડાના શ્રીમતી જશોદાબેન રવિન્‍દ્ર પટેલ, રૂદાનાના શ્રીમતી સુમનબેન ગણેશ ગોરખાના, માંદોનીના શ્રીમતી પાર્વતીબેન વિનયભાઈ નડગે અને દૂધનીના શ્રીમતી મમતાબેનવિજયભાઈ સાવરનો સમાવેશ થાય છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા ત્રણેય સભ્‍યોએ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ તરીકે શ્રી વિપુલભાઈ કે. ભુસારા, શ્રી ભગુભાઈ જી. પટેલ તથા શ્રી દામજીભાઈ કુરાડાના નામ ઉપર પોતાની સહમતી બતાવી છે. શ્રી વિપુલભાઈ ભુસારાને છોડી બંને ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા છે.
દાનહ જિલ્લા પંચાયતના 20 સભ્‍યો પૈકી બહુમતિ 11 સભ્‍યોએ ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા બે સભ્‍યો સહિત ત્રણ પૈકી એકને પ્રમુખ બનાવવા માટે પોતાના સેન્‍સની જાહેરાત કરી દીધી છે. ત્‍યારે ઔદ્યોગિક ગૃહો સાથે સંપર્ક ધરાવી ભાજપ હાઈકમાન્‍ડને પોતાના બાનમાં લેવાની ચેષ્‍ટા કરનારા સભ્‍યો અને નેતાઓને પણ પોતાનો દિશા-નિર્દેશ બતાવી દીધો છે.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ-સોમનાથના ડીઆઈએ હોલમાં ચાલમાલિક, ઉદ્યોગ અને લેબર કોન્‍ટ્રાક્‍ટરો સાથે પોલીસ અધિકારીઓની યોજાયેલી બેઠક

vartmanpravah

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment