January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના મસાટથી બિન્‍દુદેવી ઈશ્વરી પ્રસાદ ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના સેલવાસ નજીકના મસાટ બેન્‍સા, પિતરૂ આશીષ રેસીડેન્‍સી, ફલેટ નં.બી/9 ખાતે રહેતા અને મૂળ રહે.બ્રેવ ટોલા, નીગરી, થાના-અકબરપુર, જિલ્લા-નવાદા, બિહાર રાજ્‍યના 32 વર્ષિય બિન્‍દુદેવી ઈશ્વરી પ્રસાદગુમ થઈ હોવાની મસાટ આઉટ પોસ્‍ટમાં ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.16-05-2023ના રોજ બિન્‍દુદેવી ઈશ્વરી પ્રસાદની તબિયત સારી ન હોવાના કારણે સેલવાસ સરકારી હોસ્‍પિટલમાં ગઈ હતી અને બપોરના ત્રણેક વાગ્‍યાના સુમારે પરત રૂમ ઉપર આવી ગયેલ અને બાદમાં બીજા દિવસે તા.17મી મે, 2023ના રોજ ફરીવાર સવારના 08:30 વાગ્‍યાના સુમારે સેલવાસ સરકારી દવાખાને ગયેલ હતી. પરંતુ તેણી ઘરે પરત નહીં આવી હોવાની અને ક્‍યાં ચાલી જઈ ખોવાયેલ હોવા અંગેની ફરિયાદ સેલવાસના મસાટ આઉટ પોસ્‍ટ ફરિયાદ નોંધાયેલ છે.
ગુમ થનાર મહિલાની ઊંચાઈ 5 ફૂટ 2 ઈંચ, મોં ગોળ અને રંગે ઘઉંવર્ણના અને કાળા-લાંબા વાળ ધરાવે છે. તેમણે સ્‍કાય બ્‍લ્‍યુ કલરનો ટોપ તેમજ લાલ કલરની લેગીઝ, લાલ કલરનો દુપટ્ટો પહેરેલ છે. તેઓ હિન્‍દી ભાષા જાણે છે. આ મહિલાની જો કોઈને ભાળ મળે તો મસાટ આઉટ પોસ્‍ટમાં જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્‍ય ઉજવણી

vartmanpravah

આંબોલીમાં રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા વિનામૂલ્‍યે આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

છેલ્લા પાંચ વર્ષમાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે સંઘપ્રદેશની મહિલાઓએ ભરેલી ઊંચી ઉડાન

vartmanpravah

ચીખલી તાલુકામાં મેઘરાજાની પધરામણી સાથે દિવસભર વરસાદી માહોલઃ ૨.૬૪ ઈંચ વરસાદ સાથે ઠેર-ઠેર પાણી ભરાયા

vartmanpravah

Leave a Comment