October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

મંદિરની ધજા બદલાય એનો સંઘમાં ઉત્‍સવ થાય ઘરમાં સ્‍વભાવ બદલીએ તો મહોત્‍સવ થાય : આ. યશોવર્મસુરિજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: સુખી થવા માટે કંઈ ઘર બદલવાની જરૂર નથી માત્ર થોડોક સ્‍વભાવ બદલી દઈએ તોય આપણે નહીં આપણું આખું ઘર સુખી થઈ શકે. સુગંધ ભર્યા ફૂલ જેવો સ્‍વભાવ બનાવો જે સ્‍વયં મહેકે ને જ્‍યાં જાય ત્‍યાં મહેકાવે સંઘ; સમાજ; દેશ; સંસ્‍થા; ગ્રુપને પક્ષની એકતા માટે પારિવારિક સંપને તોહ માટે સ્‍વભાવ મધુર હોવો અનિવાર્ય છે. મધુરતા એ મોહકતાનો મંત્ર છે, મધુરતા હોય ત્‍યાં રોજ રોજ ઉત્‍સવ ને મહોત્‍સવહોય.
ગુજરાત રાજ્‍યના સૌ પ્રથમ શહેર ઉમરગામ શહેર સ્‍ટેશન રોડ સોલસુબાના અત્‍યંત જાજરમાન દિવ્‍ય અને ભવ્‍ય જૈન દેરાસરના 23 માં સાલગીરી ઉત્‍સવમાં સમસ્‍ત નગરજનોની વિનંતી સ્‍વીકારી જૈન શાસનના સમર્થ મહાપુરુષ પૂજ્‍યપાદ આચાર્ય ભગવંત પ્રભાવક ગુરુદેવ શ્રી યશોવસૂરીશ્વરજી મહારાજા પોતાના વિશાળ સાધુ સાધ્‍વીજીને આચાર્યનો સમુદાય લઈ પધાર્યા. તેથી સમસ્‍ત રાળ પટ્ટીમાં આનંદ છવાયો છે. શ્રી આદેશ્વર દાદાની તેજોમય ને શ્વેત દૂધ જેવી પ્રભુ પ્રતિમા મૂળ નાયક રૂપે બિરાજે એના અદભુત કલા કોતરણીથી દેદીપ્‍યમાન જિનાલયના શિખરે ધજા ચડી ત્‍યારે ગામે ગામના શહેરના અને રાજ્‍યના ભાવિકો ઉમટયા હતા તે મન મૂકીને નાચ્‍યા હતા. ને સોનામાં સુગંધ ઉમરગામના ભાણેજ આચાર્ય જેમની પ્રેરણાથી નિર્માણ પામેલા ને અંજન પ્રતિષ્ઠાચાર્ય શ્રી યશોવર્મસુરિશ્વરજી મહારાજા પધારતા સૌનો આનંદ આસમાને પહોંચ્‍યો હતો. આખુય રાળપટ્ટી હેલે ચડ્‍યું હતું. આવતા વર્ષની સાલગીરીની ધજાના યાદગાર ચડાવવા થયા હતા ને ચાતુર્માસનો પ્રવેશ 1 જુલાઈના થવાનો છે અને ચાતુર્માસિક લાભની યોજના મુકાતા ધડા ધડ લાભો લેવાયા હતા. જબરજસ્‍ત ઉત્‍સાહ અને ઉલ્લાસનો માહોલ જામ્‍યો હતો. ત્રિદિવસીય ઉત્‍સવની ભવ્‍ય ઉજવણી થઈ હતી.
આજે ભીલાડ ગુરુપુષ્‍ય માંગલિક જાપ બપોરે 2.30 ક. જૈન દેરાસરમાં તા.26/27સવારે 7:30 ક. પ્રવચન તા. 28/29 સરીગામ 30 સનસીટી ગૌતમ લબ્‍ધી ધર્મ સંકુલમાં ભવ્‍ય શિખરબંધી જિનાલયનું ભૂમિ પૂજન થશે.

Related posts

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

અન્‍ય ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતનો સૌથી ઊંચો પાણી દર હોવાથી ઉદ્યોગકારોમાં કચવાટ

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવનિયુક્‍ત કલેક્‍ટર નૈમેશ દવેનો સ્‍વાગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment