October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા તરફ પ્રયાણ  યુવાનો સામે પહેલી સમસ્‍યા ઉભી થઈ તે સિલવાસાના પોર્ટુગીઝ જાસૂસોની

(…ગતાંકથી ચાલુ)
શ્રી રાજાભાઉ વાકણકર અને વાસુદેવ ભીડે સર્વાનુમતે થયેલા નિર્ણય અનુસાર વધુ મદદ મેળવવા માટે પુણે તરફ નીકળ્‍યા પછી ત્‍યાં રહેલા લોકો સામે નવા જ પડકારો ઉભા થવાની શરૂઆત થઈ. તે સમયે સ્‍વાતંત્ર્ય સૈનિકો પૈકી ધનાજી બરુંગલે, પિલાજી જાધવ, વિષ્‍ણુપંત ભોપળે, રમણ ગુજર, પ્રભાકર સિનારી, બારક્‍યા નિઝામપુરકર અને નિશાનબાજીમાં શબ્‍દવેધી ગણાતા શાંતારામ વૈદ્ય એટલા જ ઉપસ્‍થિત હતા.
આ યુવાનો સામે પહેલી સમસ્‍યા ઉભી થઈ તે સિલવાસાના પોર્ટુગીઝ જાસૂસોની. નરોલી થાણું જીતી લેવાને કારણે ફિદાલ્‍ગો અને તેના સૈનિકોની દશા છંછેડાયેલ નાગ જેવી થઈ હતી. દાદરા ગયું ત્‍યારે તો એ લોકો અસહાય હતા. કારણ કે, તેમનો પ્રદેશ સ્‍વતંત્ર અને ત્‍યાંથી દૂર હતો. પરંતુ નરોલી ચોકી લીધા પછી તેમની પ્રતિક્રિયા સહજ હતી. તેમણે મોકલેલા ખેડૂતો અને વારલીઓ સ્‍વાતંત્ર્ય સૈનિકોની સંખ્‍યા તથા તેમની પાસે રહેલી સાધન સામગ્રીનો અંદાજ લેતા હોય એમ લાગતું હતું.
આ દરમિયાન અન્‍ય બે ત્રણ બાબતો પણ ધ્‍યાનમાં રાખવી પડે તેમ હતી. ગોદાવરીબાઈ પરુળેકરનોઉધવા બાજુથી હુમલો થવાની શક્‍યતા હતી. દાદરા જીતનારા વામન દેસાઈએ પણ આઠ દિવસમાં નવી શક્‍તિ મેળવી હતી. તેમનો નગર હવેલીમાં પ્રવેશ થતો રોકવા માટે રાજ્‍ય અનામતદળનો પહેરો હતો પરંતુ મૂશળધાર વરસાદ, જંગલનો પ્રદેશ અને રાત્રિનો અંધકાર એ સ્‍થિતિમાં તેમના પ્રવેશની શક્‍યતા તરફ દુર્લક્ષ કરાય તેમ ન હતું. તો મહારાષ્‍ટ્રના પોલીસ અધિકારી નગરવાલા ફિદાલ્‍ગોને ભારતની હદમાં આવીને શરણાગતિ સ્‍વીકારે તો સુરક્ષિત રીતે ગોવા કે દમણ પહોંચાડવાનું આશ્વાસન આપતા હતા. આમ બધી બાજુથી ઘેરાયેલો ફિદાલ્‍ગો શાંત બેસી રહે એ શક્‍ય ન હતું. સ્‍વાતંત્ર્ય સૈનિકો પાસે સૈન્‍યબળ અને શષાબળ ઓછું હતું. તે વાત તેના ધ્‍યાનમાં આવે તો તેમની તુલનામાં વધુ માનવબળ અને શષાીસામગ્રી ધરાવતા પોર્ટુગીઝો કોઈ પણ ઘડીએ હુમલો કરે તેમ હતું. આ સંજોગોમાં નરોલી લીધા પછી પણ આ યુવાનોને સતત આક્રમક સ્‍થિતિમાં રહેવું પડે તેમ હતું. તે અનુસાર તેમણે બીજો એક વધુ આક્રમક વ્‍યૂહ લેવાનું વિચાર્યું. સિલવાસામાંથી બહાર નીકળવા માટે પિપરિયા થઈને લવાછા જતો એક માત્ર રસ્‍તો સારો હતો. બીજી કોઈ પણ દિશા યોગ્‍ય લાગતી ન હતી. તેથી ફિદાલ્‍ગોને સિલવાસામાં જ રોકી રાખવાના હેતુથી તેમણે પિપરિયા ગેટ પર હુમલો કરીને કબજો કરવાનું નક્કી કર્યું. ઉપસ્‍થિત બારજણાએ દિ. 30 જુલાઈની રાત વરસતા વરસાદમાં જાગતા રહીને વિતાવી. 31 જુલાઈની સવારે હુમલો કરવો એવી યોજના કરી તથા તેનું નેતૃત્‍વ શ્રી શાંતારામ વૈદ્યને સોંપ્‍યું.
બીજી બાજુ સુધીર ફડકે વાપીમાં પુણેથી આવનારા લોકોની રાહ જોતા હતા. તેમની સાથે શ્રી જયંતિભાઈ દેસાઈ અને શ્રી ભીખુભાઈ પંડયા પણ ઉપસ્‍થિત હતા. અત્‍યાર સુધી તો રાજ્‍ય અનામત દળની પોલીસ કોઈને નગર હવેલી તરફ જવા પણ દેતી ન હતી. પરંતુ દાદરા સામ્‍યવાદીઓએ લીધા પછી દિવસે દિવસે પરિસ્‍થિતિ બદલાવા લાગી. હજુ ગઈકાલ સુધી ધમકી ઉચ્‍ચારનારા પોલીસો હવે સહયોગ કરતા હતા. મૃત્‍યુનો સામનો કરવા જઈ રહેલા સ્‍વાતંત્ર્ય સૈનિકોની ચિંતા પણ કરતા હતા. દાદરા નગર હવેલીના અન્‍ય સ્‍થાનિક નેતાઓની મુલાકાતો પણ શરૂ થઈ હતી.
નાના કાજરેકર નરોલી પાસે જમાવટ કરીને બેઠા હતા. કોઈ પણ રીતે નિર્ણાયક લડાઈ એકાદ બે દિવસમાં થઈ જ જશે એ વાત સ્‍પષ્‍ટ હતી. સુધીર ફડકેને પરિસ્‍થિતિનો પૂરો અંદાજ હતો. શ્રી ફડકે અને તેમના સાથીઓ કરંબેળેના ચિંતેશ્વર મહાદેવના મંદિરમાં પહોંચ્‍યા. ત્‍યાંથી પણ થોડાક લોકો સાથે હતા અને બધા એક ગાડીમાં ભિલાડ સુધી પહોંચ્‍યા. ત્‍યાંના અધિકારીએ શ્રી ફડકેને એક ઓળખપત્ર આપ્‍યો તેમાં ‘ખ્‍શ્રશ્રંરૂ પ્‍શ્વ. ર્જ્‍ીફુત્ત્ફૂ ર્ીઁફુ ત્ર્શત ળફૂઁ દ્દં ળંરુફૂ શ્‍શ્વફૂફૂશ્રક્ક શઁતશફુફૂ. શ્રી ફડકે અનેતેમના સાથીઓને અંદર મુક્‍ત રીતે ફરવા દેવા.’ એમ લખેલું હતું. તેમને એક વાયરલેસ સહિતની જીપગાડી પણ સાથે આપી. તથા શ્રી ફડકે જે કોઈ સંદેશો આપે તે ત્‍વરિત મોકલવો એવો આદેશ પણ વાયરલેસ ઓપરેટરને આપ્‍યો. એ સમયે રાત્રિના નવ વાગ્‍યા હતા. ભિલાડમાં શ્રી અંબેલાલભાઈનું નિવાસસ્‍થાન બસ સ્‍ટેન્‍ડની નજીક જ હતું. તેમને તરત જ પરિસ્‍થિતિની જાણ કરવામાં આવી અને તેઓ પણ નરોલી સુધી રસ્‍તો બતાવવા સાથે થયા. ભિલાડથી નરોલી સુધી પહોંચતાં વરસાદ અને કાદવકીચડને કારણે ખૂબ મુશ્‍કેલી પડતી હતી. તે સિવાય પણ તેમની પાસે સીમા પાર કરવાનો પરવાનો છે તેની જાણ થતાં પહેલાં જ સીમા પર રહેલો પોલીસ અધિકારી ગોળી ચલાવે તેવી શક્‍યતા હતી. તેથી પોર્ટુગીઝ હદમાં જીપ પહોંચી કે તરત જ વાયરલેસ પર પહેલાં સંદેશો મોકલ્‍યો અને જીપ પણ પાછી મોકલી દીધી. ત્‍યાંથી નરોલી સુધીનું અંદર કાદવ ખૂંદતાં જવું પડે તેમ હતું, તેમ જ રસ્‍તામાં આવતી દારૂઠા નામની દમણગંગાની એક ઉપનદી પણ પાર કરવી પડે તેમ હતી. વરસાદને કારણે તે નદી બે કાંઠે વહેતી હતી અને તેના પ્રવાહનું જોર પણ ઘણું હતું. છતાં તરીને જવાની બધાની તૈયારી હતી. પરંતુ અંબેલાલભાઈએ એક હોડીવાળાને શોધી કાઢતાં બે ત્રણ ફેરામાં બધાએ નદી પાર કરી. નરોલી પહોંચતાંસુધી સવારના સાડા છ થયા હતા. આヘર્યની વાત ઓ એ હતી કે રસ્‍તામાં ક્‍યાંય રાજ્‍ય અનામતદળનો ચોકી પહેરો ન હતો. કદાચ સામ્‍યવાદીઓએ પ્રવેશ મેળવી લીધો હશે એવી આશંકા પણ મનમાં આવી. એટલામાં નરોલીમાં જમાવટ કરીને રહેલા નાના કાજરેકર પણ આવી પહોંચ્‍યા અને બધા મળીને ત્‍યાંથી પિપરિયા તરફ જવા નીકળ્‍યા. સાત વાગે પિપરિયા ગેટ પહોંચ્‍યા ત્‍યારે પ્રવેશ માટે હજુ એક અવરોધ હતો. પિપરિયા ગેટની બહાર 6 ફૂટ કરતાં પણ વધુ ઊંડી પાણી ભરેલી ખાઈ હતી. પિલાજી જાધવે પહેલાં તરતા જઈને દોરડાનો એક છેડો પેલી પાર બાંધ્‍યો. તેની મદદથી બધા સાવચેતીથી પેલી પાર પહોંચ્‍યા. પણ સુધીર ફડકે અધવચ્‍ચે હતા ત્‍યાં જ તેમનો ગમબુટ નીકળી ગયો અને તેઓ પાણીમાં પડયા. સદ્‌ભાગ્‍યે પિલાજી જાધવે તેમને ખેંચી તો લીધા પણ એ ગરબડમાં પિલાજીની બંદૂક પાણીમાં પડી ગઈ.

(ક્રમશઃ)

Related posts

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

ચીખલીમાં તાલુકાસેવા સદન કેમ્‍પસમાં વોક-વેના પેવર બ્‍લોક બેસી ગયા!

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન (વિંગસ ઓફ વિસડમ) યોજવામાં આવ્‍યું

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment