પ્રમુખ નરેશ બંથીયાની આગેવાની હેઠળ એમની ટીમ દ્વારા ઉદ્યોગોના હિતમાં શરૂ કરવામાં આવેલી નેત્રદિપક કામગીરી જેવી કે અંડર ગ્રાઉન્ડ કેબલીગ, હોસ્પિટલ પ્રોજેક્ટ, ડમ્પિંગ સાઈટ માટે જમીન પ્રાપ્ત કરવા ચાલુ કરેલી પ્રક્રિયા તેમજ નજીકના ભવિષ્યમાં યોજનારો એક્સપો કાર્યક્રમ સહિતના કામોની રજૂ કરેલી રૂપરેખાથી ઉદ્યોગપતિઓ પ્રભાવિત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.29: ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયાની અધ્યક્ષતા હેઠળ દહાડ ક્લબ હાઉસ ખાતે વાર્ષિક સાધારણ સભાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આજની સભામાં પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયા અને એમની ટીમ દ્વારા કામ કરવાની ઈચ્છા શક્તિ અને વહીવટી કુશળતા સાથે ઉદ્યોગોના હિતમાં શરૂ કરવામાં આવેલા મહત્વકાંક્ષી પ્રોજેક્ટોનીરૂપરેખા રજૂ કરવામાં આવી હતી. જેનાથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ પ્રભાવિત જોવા મળ્યા હતા. ખાસ કરીને નિર્માણ થનારી હોસ્પિટલનું ચાલુ કરેલું બાંધકામ, અંડરગ્રાઉન્ડ કેબલિંગ વર્ક, ડમ્પિંગ સાઈટ માટે જીઆઇડીસી પાસેથી જમીન ફાળવવાની પ્રક્રિયા, અને નજીકના ભવિષ્યમાં સમગ્ર દેશમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝની ઓળખ ઉભી કરવા યોજનારો એક્સપો કાર્યક્રમ તેમજ આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મિનિસ્ટરો ઉપસ્થિત રહે એ માટે રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકર સહિતના રાજકીય આગેવાનો સાથે કરવામાં આવી રહેલો સંપર્ક અને શરૂ કરવામાં આવેલી તૈયારી જેવા અનેક રજૂ કરવામાં આવેલા કામોની ઉદ્યોગપતિઓ દ્વારા હકારાત્મક નોંધ લેવામાં આવી હતી. જ્યારે અગ્રણી ઉદ્યોગપતિશ્રી ઈશ્વરભાઇ બારી તેમજ શ્રી સુખવિન્દર ચાવલાજીએ માર્ગદર્શન આપી પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયા અને એમની ટીમની ભારે પ્રશંસા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આજની સામાન્ય સભાનો પ્રારંભ અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયાના સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવ્યો હતો. વર્ષ 2023-24 ના વાર્ષિક આવક જાવકના હિસાબોને રજૂ કરી ગતસભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. સભામાં સમસ્યાને લગતા કેટલાક પ્રશ્નો પણ રજૂ થવાપામ્યા હતા. જે પ્રશ્નોના નિરાકરણ માટે પ્રમુખશ્રીએ નોટિફાઇડ કચેરી સાથે સંકલન સાંધી જેમ બને તેમ વેહલી તકે નિરાકરણ લાવવા પ્રયાસ કરવાની બાહેંધરી આપી હતી. જ્યારે કેટલાક ઉદ્યોગપતિઓ ચાલી રહેલા સફળ વહીવટમાં ખામી શોધવાનો બાલીસ પ્રયાસ કરતા જોવા પણ મળ્યા હતા.
આજની સભામાં યુઆઇએના ઉપપ્રમુખશ્રી ભગવાનભાઈ ભરવાડ, સેક્રેટરીશ્રી તાહેરભાઈ વોરા, ટ્રેઝરરશ્રી આશિષભાઈ, અગ્રણી ઉદ્યોગપતિ અને યુઆઇએ ના માર્ગદર્શકશ્રી ઈશ્વરભાઈ બારી, પૂર્વ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ બારી, અગ્રણીશ્રી બજરંગભાઈ ભરવાડ, શ્રી અજયભાઈ શાહ, શ્રી શ્યામ વિઝન, શ્રી દિલીપભાઈ સોની, શ્રી દિપકભાઈ ગુપ્તાજી, શ્રી કેતનભાઇ પંચાલ, શ્રી મિહીરભાઈ સોનપાલ સહિત યુઆઇએ એક્ઝિકયુટિવ કમિટી અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી. સભાનું સફળ સંચાલન યુઆઇએના કર્મચારી શ્રીમતી હર્ષિતાબેન અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.